You are currently viewing બેંકનું ATM કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું || ATM કાર્ડ બ્લોક કેવી રીતે કરવું || Bank ATM card deactivate process 🏧
બેંકનું એટીએમ કાર્ડ ખોવાઈ જાય તો બ્લોક કેવી રીતે કરાવવું

બેંકનું ATM કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું || ATM કાર્ડ બ્લોક કેવી રીતે કરવું || Bank ATM card deactivate process 🏧

👉📝આ લેખમાં આપણે બેંકનું ATM કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું ? એટીએમ કાર્ડ કેવી રીતે બ્લોક કરવું? એટીએમ કાર્ડ કઈ કઈ જગ્યાએથી બ્લોક કરાવી શકાય છે. અત્યારે આ સમયમાં એટીએમ કાર્ડ દરેક માટે મહત્વપૂર્ણ હોય છે ,પરંતુ ક્યારેક એટીએમ કાર્ડ ખોવાઈ જાય અથવા તો ચોરી થઈ જાય તો તરત તેના પગલાં લેવા ખૂબ જરૂરી બને છે .નહીં તો તમારા ખાતામાંથી રૂપિયા નીકળવાનો ભય રહે છે .એટીએમ કાર્ડ ગુમ થવું એ સામાન્ય બાબત છે ,પણ સમયસર પગલાં નહીં લેવામાં આવે તો નાણાકીય નુકસાન થઈ શકે છે, જ્યારે પણ કાર્ડ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તરત તે બ્લોક કરાવવું અને પછી નવીન કાર્ડ માટે અરજી કરવી એ સલામતી માટે ખૂબ આવશ્યક છે.તો આ બધી જ માહિતી આજે આપણે આ લેખમાં જોઈશું.

1000003396

👉ATM કાર્ડ કઈ બેંક નું છે તે પ્રમાણે બ્લોક કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે,પણ સામાન્ય રીતે નીચેની રીતો દરેક બેંક માટે માન્ય છે, તો આપણે દરેક વિશે જાણવું જરૂરી છે.

👉તમારી બેન્કનો ટોલ ફ્રી હેલ્પલાઇન પર ફોન કરો અને જણાવો કે તમારું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે. અથવા ચોરી થઈ ગયું છે, ઓફિસર તમને ઓટીપી અથવા બેંક વિગતો પૂછશે અને પછી તમારું કાર્ડ તરત જ બ્લોક કરી દેશે.

👇📞🏠ઉદાહરણ તરીકે બેંક અને બેંકના ટોલ ફ્રી નંબર નીચે મુજબ આપેલા છે

🏠બેંક📞ટોલ ફ્રી નંબર
S.B.I1800 1234/1800 2100
Bank of Baroda 1800 102 4455/1800 258 4455
પંજાબ નેશનલ બેંક1800 180 2222
HDFC બેન્ક 1800 202 6161
ICICI બેંક 1800 1080

👉જો તમારી પાસે નેટબેન્કિંગ હોય તો

  • Net Banking એકાઉન્ટમાં લોગીન કરો.
  • Card Section પર જાઓ.
  • “Debit card Service “- “Block Card “પસંદ કરો.
  • કાર્ડ પસંદ કરી બ્લોક કરો.

👉જો તમારે બેન્કની મોબાઇલ એપ હોય તો તમે તેનાથી પણ એટીએમ કાર્ડ ને બ્લોક કરાવી શકો છો.

✅જેમ કે SBI (YONO APP), Bank of Baroda(BOB WORLD), immobile( ICICI Bank),HDFC MOBILE BANKING વગેરે

  • Mobile App ખોલો.
  • Debit કાર્ડ મેનેજમેન્ટ પસંદ કરો.
  • Block Card અથવા Hotlist Card વિકલ્પ પસંદ કરો.
  • Confirmation આપો.
1000003913 1

👉જો તમારે મોબાઇલ બેન્કિંગ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગ થી ATM કાર્ડ બ્લોક ન થાય તો તમે તમારા બેંકની નજીકની શાખા એ જઈ એટીએમ કાર્ડ બ્લોક કરાવી શકો છો. ત્યાં તમે રૂબરૂ જઈ લેખિતમાં અરજી કરીને તાત્કાલિક એટીએમ કાર્ડ બ્લોક કરી શકો છો.

👉જ્યારે તમારું ATM કાર્ડ ચોરાઇ ગયું હોય અથવા તો ગુમ થઈ ગયું હોય અને તેમાંથી પૈસા નીકળ્યા હોય, તો તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં FIR અથવા ડાયરી નોંધવી જોઈએ. ખાસ કરીને જો ATM કાર્ડ ચોરી થઈ ગયું હોય તો ફરજિયાત પોલીસ ફરિયાદ કરવી જરૂરી છે.

1000003921
  • મોબાઈલ બેન્કિંગ કે ઇન્ટરનેટ બેન્કિંગ થી re -issue card મેળવવા માટે અરજી કરો.
  • તમારી બ્રાન્ચમાં જઈને લેખિતમાં નવા કાર્ડ માટે અરજી કરી શકો છો
  • નવા કાર્ડ માટે સામાન્ય રીતે રૂપિયા 100 થી 250 સુધીનો ચાર્જ લાગી શકે છે
  • સામાન્ય રીતે કાર્ડ સાતથી દસ દિવસમાં પોસ્ટ દ્વારા મળી જાય છે

❌ATM કાર્ડ કોઈ દિવસ અજાણી અન્ય વ્યક્તિને આપશો નહીં.

📌પિન કોઈને પણ કહેવો નહીં.

❌જ્યારે પણ કાર્ડ ગુમ થઈ જાય તરત જ તેને બ્લોક કરાવો

✅નવું કાર્ડ મળ્યા પછી જૂનું કાર્ડ કાપીને નષ્ટ કરો.

📱મોબાઈલ એપ અને SMS Alert ચાલુ રાખો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.