આજ ના લેખ માં આપણે જાણીશું કે કોઈ પણ જમીન પર કેટલો બોજો છે તે કેવી રીતે જાણી શકાય? પહેલા ના સમય માં જમીન પર ના બોજા ને જોવા માટે મામલતદાર કચેરી ની મુલાકાત લેવી પડતી પણ હવે આજ ના આ સમય માં કોઈ પણ કચેરી ની મુલાકાત વગર ઘરે બેઠા માત્ર 2 જ મિનિટ માં તમારા ફોન કે કમ્પ્યુટર દ્વારા જાણી શકો છો.
ઘરે બેઠા કોઈ પણ જમીન નો બોજો જાણવા માટે તમારી જોડે ઇન્ટરનેટ ચાલે તેવો ફોન અથવા કમ્પ્યુટર ની જરૂર પડશે.અને જે જમીન નો બોજો કે બીજા હક જાણવા હોય તે જમીન નો સર્વે નંબર હોવો જોઈએ.
જમીન નો બોજો કે બીજા હક જાણવા માટે
જમીન પર નો બોજો જાણવા માટે એક સરકારી વેબસાઈટ ની જરૂર રહેશે જે તમે ગૂગલ માં any ror લખીને સર્ચ કરશો એટલે પેલા નંબર પર એક લિંક મળશે તેના પર ક્લિક કરી ને ત્યાં પહોંચી શકો છો.અથવા નીચે એ વેબસાઈટ ની લીંક આપી છે તેની પર ટચ કરી ને પણ ત્યાં પહોંચી શકો છો.
જમીન પર ના બોજા કે અન્ય હક જાણવા માટે ની વેબસાઈટ : https://anyror.gujarat.gov.in
આ વેબસાઈટ પર આવી જશો એટલે તમને નીચે દર્શાવેલ screenshot જેમ વેબસાઈટ નું પેજ જોવા મળશે.આ પેજ પર VIEW LAND RECORD – RURAL અને VIEW LAND RECORD – URBAN જોવા મળશે.જેમાંથી ગામડાની જમિન RURAL માટે અને શહેર ની જમીન માટે URBAN પસંદ કરવાનું રહેશે.અહીંયા ગામડા માટે જોઈએ.જેવા તમે ત્યાં ટચ કરશો એટલે બીજું પેજ ખુલી જશે.

આ પેજ પર Select Any One (કોઇ એક પસંદ કરો) ત્યાં થી “સર્વે નંબર ને લાગતી સંપૂર્ણ માહિતી” આવું પસંદ કરવાનું રહેશે.ત્યાર બાદ નીચે જીલ્લો,તાલુકો ,ગામ અને સર્વે નંબર ઉમેરવાનું રહેશે.ત્યારબાદ નીચે કેપ્ચા માં નંબર ભરવા નો રહેશે.ત્યાર બાદ GET RECORD DETAIL પસંદ કરવાનું રહેશે.

ત્યાર બાદ તમારી સામે આ સર્વે નંબર ને લાગતી સંપૂર્ણ માહિતી ખુલી જશે.ત્યાં આ જમીન પર કેટલો બોજો અને બીજા હક જોઈ શકો છો.જે નીચે પ્રમાણે હશે.

અહીંયા તમે જે પણ બોજો હસે તે જોઈ શકો છે.આવી રીતે તમે ગુજરાત ના કોઈ પણ શહેર કે ગામડાની જમીન પર કેટલો બોજો છે તે તમે જાણી શકો છો.