📝❇️આ લેખ માં આપણે જાણીશું કે 2025 ની નવી આવક મર્યાદા કેટલી છે.. અને તેની ક્રિમિલેયર પર શું અસર પડે છે.ભારત માં અનામત ની વ્યવસ્થા ને વધુ અસરકારક અને ન્યાયસંગત બનાવવા માટે સરકાર OBC વર્ગ ના લોકો માટે ક્રિમિલેયર અને નોન ક્રિમિલેયર જેવી શ્રેણીઓ બનાવે છે.તેના આધારે ,અનામત લાભ આપવામાં આવે છે આજે આપણે આ લેખમાં 2025ની નવી આવક મર્યાદા અને તેના અસર અંગે કેટલીક ઘટનાઓ ઘટી છે તે જાણીશું
Table of Contents

💰વર્તમાન આવક મર્યાદા
👉હાલ માં OBC કેટેગરી ના લોકો માટે ક્રિમિલેયર ની આવક રૂપિયા 8 લાખ પ્રતિ વર્ષ છે.આ મર્યાદા 2017 માં નક્કી કરવા માં આવી હતી અને ત્યાર થી તેમાં કોઈ ફેરફાર કર્યો નથી..
⏭️2025- 26માં આવક મર્યાદા વધારવા ની ભલામણ
2025 માં OBC કલ્યાણ માટેની સંસદીય સમિતિ એ ક્રિમિલેયર ની આવક મર્યાદા વધારવા ની ભલામણ કરવામાં આવી છે.આ સમિતિ એ સૂચવ્યું છે કે આ મર્યાદા વધારવા થી વધુ OBC કેટેગરી ના લોકો ને લાભો મેળવી શકે છે. આ ભલામણ મુજબ, આવક મર્યાદા ₹ 8 લાખ થી વધારીને ₹ 12 લાખ કરવાની ચર્ચા ચાલી રહી છે.
💰આવક મર્યાદા વધારવા ની જરૂરિયાત કેમ

મોંઘવારી અને મહેનતાણું : છેલ્લા કેટલાક વર્ષોથી મોંધવારી અને મહેનતાણું વધ્યું છે, જેના કારણે ઘણા OBC પરિવાર ની વાર્ષિક આવક ₹8 લાખ થી વધુ થઈ ગઈ છે,પરંતુ તેઓ હજી પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે.
અનામત લાભો : આવક મર્યાદા વધારવા થી વધુ OBC કેટેગરી ના લોકો અનામત ના લાભો મેળવી શકે છે જે તેમના શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
❇️ક્રિમીલેયર અને નોન – ક્રિમિલેયર વચ્ચે નો તફાવત
મુદો | ક્રિમિલેયર | નોન – ક્રિમિલેયર |
આવક મર્યાદા | રૂપિયા આઠ લાખથી વધુ | આઠ લાખથી ઓછી |
અનામત લાભુ | નથી મળતા | મળે છે |
સરકારી નોકરી અને પ્રવેશ | સામાન્ય વર્ગ તરીકે | OBC અનામત હેઠળ |