અવારનવાર સમાચાર પત્રોમાં જાણવા મળે છે કે દુનિયામાં ઘણા બધા લોકો માનસિક ત્રાસથી અથવા તો અગમ્ય કારણસર આત્મહત્યા કરી લેતા હોય છે. પરંતુ તમારા કાનની એવી વાત પહોંચે કે કોઈ રોબોટ એ આત્મહત્યા કરી છે તો તમે જરૂર આચાર્યચકિત થશો. કોઈ રોબોટ આત્મહત્યા કરે એ માનવું પણ તમારા માટે સહજ નથી. પરંતુ દક્ષિણ કોરિયામાં એક એવી ઘટના બની છે જે વિશ્વને આચાર્યચકિત કરી દીધો છે.
વાત છે દક્ષિણ કોરિયામાં દક્ષિણ કોરિયામાં આવેલું સિટી ગુમી માં કામ કરતા એક રોબોટ એ આત્મહત્યા કરી લીધી છે. આ રોબોટ એ કામના પ્રેશરમાં આવીને આત્મહત્યા કરી લીધી છે એવું જાણવા મળ્યું છે. આ રોબોટ ઓફિસમાં દરરોજ સાત કલાક કામ કરતો હતો તે સવારે 9:00 વાગ્યાથી બપોર પછીના ચાર વાગ્યા સુધી કામ કરતો હતો. પરંતુ આ કામથી કંટાળીને રોબોટે હવે આત્મહત્યા કરી લીધી એવું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે.
ત્યાં ઓફિસમાં હાજર લોકોના કહેવા પ્રમાણે રોબોટ દરરોજ સાત કલાક કામ કરતો હતો અને વ્યવસ્થિત કામ કરતો હતો પરંતુ તે રોબોટને આ કામ ગમતું ન હોય અથવા અન્ય કારણસર રોબોટ એ પોતાની જાતને સલાહ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. નજરે જુનર લોકોના કહેવા પ્રમાણે રોબોટ પહેલા તો ગોળ ગોળ ફરવા લાગ્યો હતો એક જ જગ્યાએ ગોળ ગોળ વધારે વાર ફરીને પછી જોશથી સલામ લગાવી દીધી હતી અને આત્મહત્યા કરી લીધી હતી. દુરથી સલામ લગાવવાથી તેના સ્પેરપાર્ટ અલગ થઈ ગયા હતા ત્યારબાદ રોબોટ સ્વીચ ઓફ થઈ ગયો હતો અને નિષ્ક્રિય થઈ ગયો હતો જેથી હવે રોબોટ કામ કરવા લાયક નથી.
રોબોટ ની આત્મહત્યાનું કારણ જાણવા માટે રોબોટને બનાવનારી કેલિફોર્નિયા ની કંપની બીયર રોબોટિક્સ રોબોટ ના બધા સ્પેરપાર્ટ એકઠા કરીને લેબોરેટરીમાં જોડે લઈ ગયા છે અને કારણ જાણવા લાગ્યા છે કે રોબોટ એ આત્મહત્યા કેમ કરી. વિશ્વમાં પહેલીવાર આવું બની રહ્યું છે કે કોઈ રોબોટ એ આત્મહત્યા કરી હોય.
ગુજરાત સમાચાર માંથી ન્યૂઝ લેવામા આવેલ છે.