જો તમે બિન ઉન્નત વર્ગમાં આવતા હોય તો તમારે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે જે સર્ટીફીકેટની મદદથી તમે ઘણા સરકારી લાભ લઈ શકો છો જેમ કે કોઈ સરકારી ભરતીમાં તમે અનામતનો લાભ મેળવી શકો છો.
નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ બે રીતે કઢાવી શકાય છે. ઓનલાઇન અને ઓફલાઈન
જો તમે ઓનલાઇન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય. તો ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઈટ ઉપરથી તમે નોન ક્રિમિલર સર્ટિફિકેટ અને બીજા ઘણા બધા સરકારી ડોક્યુમેન્ટ કઢાવી શકો છો.
ઓનલાઇન નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવા માટે તમારે ડોક્યુમેન્ટ ફોટા સ્વરૂપે અપલોડ કરવાના રહેશે.
જો તમે ઓફલાઈન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય તો તમારે મામલતદાર ઓફિસે જવાનો રહેશે. મામલતદાર ઓફિસે એક ફોર્મ ભરીને તમે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે અરજી આપી શકો છો. ઓફલાઈન નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે લિસ્ટ આપેલું છે.
નીચે આપેલા ડોક્યુમેન્ટ ના લિસ્ટમાં કોઈપણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમકે ઓળખના પુરાવા માં જે ડોક્યુમેન્ટ આપેલા છે એ બધા ડોક્યુમેન્ટ માંથી એક જ ડોક્યુમેન્ટ આપવાનું છે જે ડોક્યુમેન્ટ તમે આપો છો એ ઓરીજનલ સાથે રાખવાનું છે અને ઝેરોક્ષ તમારે ફોર્મ સાથે જોડવાની રહેશે.
નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે છે.
ઓળખનો પુરાવો: PAN કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID કાર્ડ, વગેરે.
સરનામાનો પુરાવો: આધાર કાર્ડ, માન્ય પાસપોર્ટ, યુટિલિટી બિલ, પ્રોપર્ટી ટેક્સ બિલ, વગેરે.
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ: અરજદારના બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
આવકનો પુરાવો: આવકનું પ્રમાણપત્ર, છેલ્લા ત્રણ વર્ષના આવકવેરા રિટર્નની પે-સ્લિપ.
જાતિનો પુરાવો: શાળા છોડવાનું પ્રમાણપત્ર, સ્વયં પ્રમાણિત જાતિનું પ્રમાણપત્ર.
સંબંધનો પુરાવો: અરજી સાથે જોડાયેલ એફિડેવિટ.
ઉપર જે પણ ડોક્યુમેન્ટ બતાવ્યા છે એ બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ આપવાની રહેશે ઝેરોક્ષ સપ્રમાણિત કરવાની રહેશે. સપ્રમાણિક ઝેરોક્ષ કરીને નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવાના ફોર્મ સાથે જોડીને તમારે મામલતદાર ઓફિસે આપવાનો રહેશે ત્યાંથી તમે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવી શકશો.
ગામનો નકશો જોવા માટે અહીંયા ક્લિક કરો.