👉📝આજના આ લેખમાં આપણે ક્રેડિટ સ્કોર વિશે માહિતી મેળવીશું. ક્રેડિટ સ્કોર શું છે.. તેનો ઉપયોગ ક્યાં થાય છે… ક્રેડિટ સ્કોર સુધારવા માટે શું કરવું જોઈએ.. ક્રેડિટ સ્કોર ઘટી જાય તો શું થાય.. ક્રેડિટ ફોર એ એક ત્રણ અંકની સંખ્યા છે ..જે તમારા નાણાકીય વર્તન અને લોન ચુકવણીની ક્ષમતા દર્શાવે છે.. ભારતમાં આ સ્કોર સામાન્ય રીતે 300 થી 900 વચ્ચેનો હોય છે.. જેમાં તમારે 750 કે તેથી વધુ સ્કોરને ઉત્તમ માનવામાં આવે છે. આ સ્કોર મુખ્યત્વે CIBIL અને અન્ય ક્રેડિટ બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉચ્ચ ક્રેડિટ સ્કોર ધરાવનારા ને લોન મેળવવામાં સરળતા અને ઓછા વ્યાજ દરો મળે છે..
❇️ક્રેડિટ સ્કોર કેવી રીતે ગણવામાં આવે છે✅
👉FICO સ્કોર મુજબ , ક્રેડિટ સ્કોર ની ગણતરી નીચે મુજબ હોય છે.
✅ચુકવણી નો ઇતિહાસ (35%) : લોન અને ક્રેડિટ કાર્ડની સમયસર ચુકવણી માટે.
✅ક્રેડિટ નો ઉપયોગ (30%) : ઉપયોગ માં લેવાયેલ ક્રેડિટ ની રકમ અને ઉપલબ્ધ ક્રેડિટ ની ટકાવારી
✅ક્રેડિટ ખાતાની ઉંમર (15%)
✅ક્રેડિટ ના પ્રકાર (10%) : ક્રેડિટ કાર્ડ, હોમ લોન, ઓટો લોન વગેરે નું મિશ્રણ
✅નવું ક્રેડિટ (10%) : તાજેતર માં ખોલાયેલ નવા ક્રેડિટ ખાતા
❇️ક્રેડિટ સ્કોર સુધારવા માટે ના ઉપાયો
- તમારી લોન અને ક્રેડિટ બિલ્સ ને સમયસર ચૂકતા કરવા. દેરથી ચુકવવા થી સ્કોર પર નકારાત્મક અસર પડે છે .
- તમારી પાસે જે ક્રેડિટ કાર્ડ છે તેનો ઉપયોગ 30% કે તેથી ઓછો કરો.વધારે ઉપયોગ સ્કોર ઘટાડી શકે છે.
- જૂના ક્રેડીટ કાર્ડ ખાતાઓ બંધ નો કરો.કારણ કે લાંબો ક્રેડિટ ઇતિહાસ સ્કોર ની સુધારે છે.
- નવી લોન માટે વારંવાર અરજી નો કરવી જોઈએ..તેનાથી પણ ક્રેડિટ સ્કોર ઘટી જાય છે.
- ક્રેડિટ મિશ્રણ જાળવો.. ક્રેડીટ કાર્ડ, હોમ લોન, ઓટો લોન,જેવા વિવિધ પ્રકારના ક્રેડિટ મિશ્રણ રાખવા થી સ્કોર વધે છે.
- વારંવાર તમારો ક્રેડિટ રિપોર્ટ તપાસતા રહો.તેમાં કોઈ ભૂલ હોય તો તે સુધારવા માટેના પ્રયત્નો કરવા.
⚠️ખાસ નોંધ ⚠️
👉તમારા ક્રેડિટ સ્કોર ની સુધારવા માટે સમય અને ધૈર્ય રાખવું ખૂબ જ જરૂરી છે.
👉સામાન્ય રીતે 3થી6 મહિના માં સુધારો થઈ શકે છે.
👉તમારા નાણાકીય વ્યવહાર ને ખૂબ જ જવાબદારી પૂર્વક સંચાલન કરો,.
👉લોન ની ખૂબ જ જરૂરિયાત હોય ત્યારે જ અરજી કરવી.