👉📝આ લેખમાં આપણે જોઈશું કે જમીન નો દસ્તાવેજ કરવો છે તો ઓછામાં ઓછી કેટલી જમીન નો દસ્તાવેજ થઈ શકે છે.ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં કેટલી જમીન નો દસ્તાવેજ થઈ શકે છે. દસ્તાવેજ કરવા માટેના સરકારના નિયમો ક્યાં છે.જમીન નો દસ્તાવેજ કરતી વખતે કઈ કઈ બાબતો નું ખાસ ધ્યાન રાખવું જોઈએ..જમીન ખરીદી નો દસ્તાવેજ કરવા માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.આ બધીજ માહિતી આજે આપણે આ લેખમાં જોઈશું..
Table of Contents
✅⏭️દસ્તાવેજ કરવા માટે ઓછા માં ઓછી જમીન કેટલી હોવી જોઇએ ?

👉⏭️દરેક રાજ્ય માં જમીન દસ્તાવેજ ના નિયમો અલગ અલગ હોય શકે છે.
✅ગ્રામ્ય વિસ્તારોમાં :
- ઓછા માં ઓછી 1 ગુઠ્ઠો ( અંદાજે 1,089 sq.ft.)
- કોઈકવાર 0.5 ગુઠ્ઠો (544.5 sq.ft.)
✅શહેરી વિસ્તારોમાં :
100 sq.ft. થી વધારે જમીન નો દસ્તાવેજ પણ થઈ શકે છે , જો તે પ્લોટ , મકાન ,દુકાન કે અન્ય બિલ્ડિંગ હિસ્સો હોય.
🛑ખાસ નોંધ : જમીન નો દસ્તાવેજ થતો હોય તો તે જમીન નો સર્વે નંબર,માપણી રેકોર્ડ અને સરકાર ના રેકોર્ડ માં એન્ટ્રી હોવી આવશ્યક છે.
⏭️👉દસ્તાવેજ કરતી વખતે સરકાર ના નિયમો
મુદ્દો | વિગત |
સ્ટેમ્પ ડ્યુટી | જમીન ના માર્કેટ રેટ પ્રમાણે ચૂકવવી પડે છે (5%-7%) |
રજીસ્ટ્રેશન ફી | સરકારી ઓફીસમાં દસ્તાવેજ નોંધવા ફી લાગે છે સામાન્ય રીતે ₹1000-30,000 સુધી |
સર્વે નંબર | જમીન નો સ્પષ્ટ સર્વે નંબર અને નક્શો જરૂરી છે |
ઉંમર અને ઓળખ | બંને પક્ષ ન આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો જરૂરી છે |
⏭️📂જમીન ખરીદી નો દસ્તાવેજ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જમીન ખરીદનાર અને વેચનારનું આધાર કાર્ડ
- 7/12 ઉતારો 8 અ ની નકલ
- જમીન નો નકશો
- વિલેજ ફોર્મ નં.6,12
- સ્ટેમ્પ ડ્યુટી પેઇડ રસીદ
🛑✅ઓછી જમીન નો દસ્તાવેજ થતો હોય તો કઈ બાબતો નું ખાસ ધ્યાન રાખવું
- જમીન વિવાદ મુક્ત છે કે નહિ તે તપાસો (7/12 અને 8 અ ની નકલ દ્વારા )
- જમીન ગ્રામ્ય કે શહરી વિસ્તારની છે તે મુજબ માર્કેટ રેટ ચેક કરો.
- ગામના તલાટી અથવા નાયબ મામલતદાર પાસેથી જમીન અંગે સર્ટિફિકેટ મેળવી લો.
- જમીન નોન – એગ્રીકલ્ચર હોય તો NA સર્ટિફિકેટ લેવુ ફરજિયાત છે.