જો તમે આધાર કાર્ડ માં સુધારો કરાવવા માંગતા હોય તો એ પહેલા જાણવું જરૂરી છે કે આધાર કાર્ડ માં કુલ કેટલી વખત સુધારો કરી શકાય છે. જેમ કે નામ જન્મ તારીખ એડ્રેસ આ બધામાં સુધારો કેટલી વખત કરી શકાય. આધાર કાર્ડ માં સુધારો કરવા માટે ઘણી બધી શરતો છે. આધાર કાર્ડ માં સુધારો કેટેગરી પ્રમાણે થાય છે. તો હવે જાણીએ કે આધાર કાર્ડ માં સુધારો કેટલી વખત કરાવી શકાય.
આધાર કાર્ડ અપડેટ ના નિયમ પ્રમાણે જોઈએ તો તમે નામમાં જીવનમાં બે વખત સુધારો કરાવી શકો છો. જો તમારે આધાર કાર્ડ નામમાં કોઈ ભૂલ છે તો તમે વધારેમાં વધારે બે વખત નામ સુધારી શકો છો બેથી વધારે નામ સુધારી શકાતા નથી.
આધાર કાર્ડ કઢાવતી વખતે તમારે જન્મ તારીખમાં કોઈ ભૂલ હોય અથવા તો તમારે જન્મ તારીખ સુધારવી હોય તો તમે જીવનમાં એક જ વખત જન્મ તારીખ સુધારી શકો છો એકથી વધારે વખત જન્મ તારીખ શકાતી નથી.
- નોન ક્રિમિલેયર સર્ટીફીકેટ કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ જાણવા માટે અહીંયા ક્લિક કરો.
જો તમારા આધાર કાર્ડ માં જાતિમાં ભૂલ હોય જેમ કે સ્ત્રી અને પુરુષ અથવા તો ટ્રાન્સજેન્ડર જો આમાં ક્યાંય ભૂલવું હોય તો તમે જીવનમાં એક જ વખત અને સુધારો ભરાવી શકો છો એકથી વધારે વખત સુધારો થશે નહીં.
જો તમે આધાર કાર્ડ માં સુધારો કરાવવા માંગતો હોય તો નીચેના પ્રશ્નો અને તેના જવાબ વાંચવા ખૂબ જ જરૂરી છે.
આધાર કાર્ડ માં સુધારો કરાવતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે?
જ્યારે તમે આધાર કાર્ડ માં સુધારો કરાવવા જાવ છો ત્યારે તમારે અમુક ડોક્યુમેન્ટ જોડે રાખવાના છે જેની મદદથી તમે આધાર કાર્ડ માં સુધારો કરાવી શકો છો. ડોક્યુમેન્ટ અહીંયા ક્લિક કરો ત્યાંથી તમને મળી રહેશે ત્યાં સંપૂર્ણ વિડીયો મુકેલો છે કે આધાર કાર્ડ માં સુધારો કરાવતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. ડોક્યુમેન્ટ નું લિસ્ટ જોવા માટે અહીંયા ક્લિક કરો.
શું આધાર કાર્ડની ઓનલાઇન સર્વિસ થી જન્મ તારીખ સુધારી શકાય?
ના તમે આધાર કાર્ડ ની ઓનલાઇન સર્વિસની મદદથી જન્મ તારીખમાં સુધારો કરાવી શકતા નથી જન્મ તારીખ સુધારો કરાવવા માટે તમારે નજીકના આધાર અપડેટ કેન્દ્ર જવું જરૂરી છે.
આધારકાર્ડ જોડે લીંક થયેલો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે અથવા તો મોબાઈલ ખોવાઈ ગયો છે ફરીવાર ચાલુ થાય એમ નથી તો હવે શું કરવું?
જો તમારે આધાર કાર્ડ જોડે લીંક થયેલો મોબાઈલ નંબર ખોવાઈ ગયો હોય અથવા તો બંધ થઈ ગયો હોય તો તમે નજીકના આધાર સિવાય કેન્દ્રએ જઈને ફરીવાર નવો નંબર લીંક કરાવી શકો છો. નવો નંબર લીંક કરાવવા તમારે જાતે જવું જરૂરી છે.
મેં એક વખત આધાર કાર્ડ માં જન્મ તારીખ સુધારી છે. હવે ફરીવાર હું જન્મ તારીખમાં સુધારો થશે?
ના આધારકાર્ડમાં એક વખત જન્મ તારીખમાં સુધારો થઈ જાય પછી જીવનમાં ક્યારેય સુધારો થઈ શકતો નથી. હજુ સુધી એવો નિયમ બની નથી કે જન્મતારીખ માટે બીજી વખત સુધારો કરાવી શકો.
જ્યારે તમે આધાર કાર્ડ માં સુધારો કરો છો ત્યારે ઉપરના પ્રશ્નો તમારે ધ્યાનથી વાંચીને જવું.