You are currently viewing આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર વેરિફિકેશન – Aadhar card mobile number verification

આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર વેરિફિકેશન – Aadhar card mobile number verification

આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર વેરિફિકેશન કરવા એક સરકારી વેબસાઈટ ની જરૂર છે. વેબસાઈટ ની લીંક નીચે આપેલી છે. એ વેબસાઈટની મદદથી તમે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર નું વેરિફિકેશન કરાવી શકો છો. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર વેરિફિકેશન ઓનલાઇન પ્રોસેસ થી કરી શકો છો. Aadhar card mobile number verification કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે.

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર નું વેરિફિકેશન uidai ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કરી શકાય છે. નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને તમે આ વેબસાઈટ ઉપર જઈ શકો છો. વેબસાઈટ ઉપર જઈને આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર નું વેરિફિકેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર નું વેરિફિકેશન કરવા માટે ની વેબસાઈટ :https://uidai.gov.in/

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબરના વેરિફિકેશન કરવા માટે ઉપર આપેલી વેબસાઈટ ઉપર ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે. અથવા તો તમારા મોબાઇલમાં આવેલા કોઈપણ બ્રાઉઝરમાં UIDIA સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરશો એટલે નીચે પ્રમાણે તમને બ્રાઉઝરમાં પહેલા જ નંબર એક વેબસાઈટ જોવા મળશે.

ઉપરની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તેમ પહેલા નંબરે જે વેબસાઈટ દેખાય છે એની ઉપર ટચ કરવાનું રહેશે.

આ પણ વાંચો : આધાર કાર્ડ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ

એ લિંક ઉપર ટચ કરશો એટલે નીચે પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે ત્યાંથી તમારે ભાષા પસંદ કરવાની રહેશે જે પણ ભાષામાં તમારે માહિતી મેળવી હોય એ તમે પાછા પસંદ કરી શકો છો.

ભાષા પસંદ કરી લેશો એટલે નીચે પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે. અને વેબસાઈટ પૂરેપૂરી ખુલી જશે.

વેબસાઈટ પૂરેપૂરી ખુલી જાય પછી વેબસાઈટને તમારે નીચે સ્ક્રોલ કરવાનો રહેશે.નીચે પ્રમાણેની સ્ક્રીન આવશે ત્યાં તમારે આધાર કાર્ડ મોબાઈલ નંબર વેરિફિકેશન એની ઉપર ટચ કરવાનું રહેશે જે તમે નીચેની સ્ક્રીનમાં જોઈ શકો છો.

આ પણ વાંચો : OBC non creamy layer certificate (નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ)

આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર વેરિફિકેશન (Aadhar mobile number verification)કરવા માટે ઉપર સ્ક્રીન દેખાય છે તેમાં વેરીફાઈ ઈમેલ એન્ડ મોબાઈલ નંબર ( verify email/phone number)એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે.

verify email / mobile number ઉપર ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

ઉપર મુજબ સ્ક્રીન ખુલે પછી verify mobile number પર ટચ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે enter Aadhar number લખ્યું છે ત્યાં તમારા આધાર કાર્ડ નો નંબર લખવાનો રહેશે. ત્યારબાદ એની નીચે enter mobile number લખ્યું છે ત્યાં તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ enter captcha લખ્યું છે ત્યાં જમણી બાજુ જે અક્ષર દેખાય છે એવી જ રીતે બધા અક્ષર ત્યાં લખવાના રહેશે. ત્યારબાદ submit ઉપર ટચ કરવાનું રહેશે.

Submit પર ટચ કરશો એટલે ઉપર મુજબ સ્ક્રીન જોવા મળશે અને જો તમારો મોબાઈલ આધારકાર્ડ જોડેલી લિંક હશે તો the mobile number you have entered already verified with our records. આવી રીતે લખેલું જોવા મળશે.

અમારી youtube ચેનલ માં ફ્રી માં જોડાવા અહીંયા ક્લિક કરો.