👉📝આ લેખમાં આપણે જાણીશું કે ગામ કે શહેરમાં મકાન માટે તમે પ્લોટ લેવાનું વિચારી રહ્યા છો.. તો તેનું દસ્તાવેજ કેવી રીતે કરવો? દસ્તાવેજ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ..દસ્તાવેજ કરવાની પ્રક્રિયા શું હોય છે ..કેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે.. કઈ જગ્યાએ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે .. મકાન બનાવવા માટે પ્લોટ ખરીદવું એ જીવનમાં મોટો નિર્ણય હોય છે ..ખાસ કરીને જો પ્લોટ ગામડી વિસ્તારમાં હોય કે શહેરમાં તો તેની દસ્તાવેજીકરણ અને કાયદેસર પ્રક્રિયા અલગ અલગ હોય છે.. સાચી રીત થી પ્લોટનું દસ્તાવેજીકરણ કરવાથી તમારું માલીકી હક સુરક્ષિત બને છે, અને ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો થતો નથી પ્લોટ ના દસ્તાવેજીકરણની બધી જ જરૂરી વિગતો આ લેખમાં જોઈશું.
Table of Contents
⏭️પ્લોટ વિશે સંપૂર્ણ માહિતી મેળવો
👉પ્લોટ ખરીદતા પહેલા નીચેની માહિતી એકત્ર કરવી ખૂબ જ જરૂરી છે
- પ્લોટનું સ્થાન અને માપ સર્વે નંબર સાથે
- જમીનનો પ્રકાર કૃષિ કે નોન કૃષિ
- પ્લોટનું ઝોનિંગ રેસીડેન્સીયલ કે કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ
- મૂળ માલિક કે કોઈ એજન્ટ વિશે જાણકારી
- એ જમીન સરકારની નથી ને ? ગોચર કે બીજી કોઈ
📂📝પ્લોટ દસ્તાવેજ માટે જરૂરી ડોક્યુમેન્ટ
✅વેચનાર તરફથી
- 7/12 અને 8 અ ની નકલ (ગામડામાં )
- નવીનતમ મિલકત દસ્તાવેજ
- NA Order જમીન કૃષિ થી નોન એગ્રીકલ્ચર બદલાઈ છે કે નઈ તે
- B.U. Permission અંદાજિત મકાન હોય તો
- Encumbrance certificate કોઈ લોન કે બોજો છે કે નહીં તે દર્શાવે
- ગામ નમૂના 6 Mutation Entry જોઈ શકાય
✅ખરીદનાર તરફથી
- આધારકાર્ડ અને પાનકાર્ડ
- પાસપોરt સાઈઝ ફોટો
- બેંક એકાઉન્ટ વિગતો
⚠️⚠️નોંધ : દસ્તાવેજ કરતા પહેલાં હંમેશા વકીલ મારફતે title verification કરાવવુ ખૂબ જ જરૂરી છે.
⚠️⚠️ઓછામાં ઓછા છેલ્લા 15 વર્ષ ના દસ્તાવેજો તપાસો
⏭️વેચાણ કરાર
- પ્રથમ વેચનાર અને ખરીદનાર વચ્ચે એગ્રીમેન્ટ ટુ સેલ એટલે કે વેચાણ કરાર થાય છે
- તેમાં પ્લોટની કિંમત , ચુકવણીની શરતો અને વિલંબ દંડ વગેરે ઉમેરાય છે.
- આ કરાર લોટરી અથવા રજીસ્ટ્રેશન ઓફિસમાં નોંધાવવો જરૂરી છે
⏭️વેચાણ દસ્તાવેજ
- ફાઇનલ દસ્તાવેજ એટલે કે વેચાણ દસ્તાવેજ જે ખરીદનારના નામે માલિકી આપે છે
- તે સજ્જર રીતે વકીલ દ્વારા તૈયાર કરાવવો જરૂરી છે
- જમીનનું સ્થાન , માપ, તમામ શરતો સ્પષ્ટ હોવી જરૂરી છે.
⚠️નોંધ : માત્ર Sale Agreement હોવું કાયદેસર માલિકી સાબિત કરતું નથી …Sale Deed જરૂરી છે .
⏭️સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન
રાજ્ય સરકાર ના નિયમો અનુસાર સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી ભરવાની હોય છે.
ગુજરાત માં સામાન્ય રીતે 4.9% સ્ટેમ્પ ડ્યુટી અને 1% રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે
નજીકની સબ રજીસ્ટર કચેરીમાં હાજર રહીને દસ્તાવેજ નોંધાવો
⏭️Mutation Entry – તમારું નામ જમીનના રેકોર્ડ માં દાખલ કરાવવું
દસ્તાવેજ નોંધાયા પછી તમારું નામ જમીનના ખાતામાં દાખલ કરાવો અગત્યનું છે.
તાલુકા કચેરી કે શહેરમાં city Survey Office માં અરજી કરો.
Mutation Entry પછી જમીન પર તમારો કાયદેસર હક બની જાય છે
⏭️ગામ અને શહેર ના નિયમો નો તફાવત ટેબલ દ્વારા
| વિગતો | ગ્રામીણ વિસ્તાર | શહેરી વિસ્તાર |
| જમીન રેકોર્ડ | 7/12 અને 8 અ, નમૂના 6 | City Survey no. ,TPS |
| NA permission | અલગથી લેવી પડે | ઘણીવાર બિલ્ડર આપે છે |
| રજીસ્ટ્રેશન કચેરી | તાલુકા/ બ્લોક લેવલ | શહેર ની સબ રજીસ્ટાર કચેરી |
| પંચાયત ની મંજુરી | હા, મકાન બનાવવા માટે | શહેરમાં TP મંજૂરી જરૂરી |
🧑🚒⏭️બિલ્ડર પાસેથી પ્લોટ ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખો
- તે એરિયા રજીસ્ટર્ડ છે કે નહીં
- પ્લોટ વિસ્તારના રસ્તાની પહોળાઈ મકાન માટે જરૂરી છે
- પાણી,વીજળી,ડ્રેનેજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં
- મહાનગરપાલિકા / ગ્રામ પંચાયત પાસેથી બિલ્ડિંગ પરમિશન મળશે કે નહીં