વોટર આઇડી એટલે કે ચૂંટણી કાર્ડ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે અને વોટર આઇડી કઢાવવાની સંપૂર્ણ પ્રોસેસ પણ આપેલી છે.
વોટર આઇડી/ચૂંટણી કાર્ડ શું છે? Voter ID card?
Table of Contents
વોટર આઇડી કાર્ડ voter ID કે જેને ચૂંટણી ઓળખપત્ર પણ કહેવામાં આવે છે, એ ભારતના ચૂંટણી પંચ (election commission of India) દ્વારા આપવામાં આવતું એક સરકારી ડોક્યુમેન્ટ છે જે ડોક્યુમેન્ટની મદદથી તમે ચૂંટણી સમયે મત આપી શકો છો અને ઓળખ પત્ર ના પુરાવા તરીકે પણ વોટર કે ચૂંટણી આઈડી કાર્ડ આપી શકો છો. વોટર આઇડી કાર્ડ કઢાવવા માટે તમારી ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ. 18 વર્ષ પૂર્ણ થયેલ કોઈ પણ વ્યક્તિ વોટર આઇડી કાર્ડ કઢાવી શકે છે.
વોટર આઇડી કાર્ડ કઢાવવા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે? Required document for new voter card ID card
ઓળખના પુરાવો તરીકે ડોક્યુમેન્ટ (proof of Identity)
- આધાર કાર્ડ (Aadhar card)
- પેન કાર્ડ (PAN card)
- પાસપોર્ટ (passport)
- ડ્રાઇવિંગ લાઇસન્સ (driving licence)
- કિસાન કાર્ડ (farmer card)
- સરકારી કર્મચારી ઓળખ પત્ર (government employee proof)
એડ્રેસ ના પુરાવા માટે ડોક્યુમેન્ટ(proof of address)
- વીજળી બિલ (electricity bill)
- પાણી નું બિલ (water bill)
- રેશનકાર્ડ (ration card)
- પાસપોર્ટ (passport)
- આધારકાર્ડ (Aadhar card)
- ઘર ભાડા કરાર(rent agreement)
- બેંક પાસબુક(address print સાથે)
ઉંમર માટેનું ડોક્યુમેન્ટ (proof of date of birth)
- જન્મ પ્રમાણપત્ર (birth certificate)
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જેમાં ધોરણ 10 ની માર્કશીટ આપી શકો છો (school leaving certificate for marksheet of 10th)
- પાસપોર્ટ (passport)
- આધાર કાર્ડ (Aadhar card)
- બેંક પાસબુક જેમાં જન્મ તારીખ દર્શાવેલી હોય તે (bank passbook included with birth date)
ઓનલાઇન વોટર આઇડી કાર્ડ મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ
- ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ વેબસાઈટ ની લીંક અહીં આપેલી છે જેની ઉપર ક્લિક કરીને તમે ત્યાં પહોંચી શકો છો :🔗 Website: https://www.nvsp.in
- ફોર્મ નંબર 6 પસંદ કરો, જે નવું વોટર આઇડી કાર્ડ મેળવવા માટે છે
- જેટલી પણ ડિટેલ આપેલી છે બધી ભરો જેમ કે નામ ,જન્મતારીખ ,સરનામું વગેરે
- ડોક્યુમેન્ટ અપલોડ કરો જેમકે ઓળખ માટેનું ડોક્યુમેન્ટ, સરનામું માટેનું ડોક્યુમેન્ટ અને જન્મ તારીખ માટેનું ડોક્યુમેન્ટ વગેરે
- હવે સબમીટ કરો, એપ્લિકેશનને સબમિટ કરશો એટલે રેફરન્સ નંબર મળશે જે સાચવીને રાખો આગળ એની જરૂર પડશે.
- હવે જે તમે નવું વોટર આઇડી કાર્ડ માટે એપ્લાય કર્યું છે તે તમારે એરિયાના બીએલઓ તમારી એપ્લિકેશન વેરીફાઈ કરશે પછી તમને ચૂંટણી કાર્ડ મળશે.
ચૂંટણી કાર્ડ ની અરજી આપ્યા બાદ સ્ટેટસ કેવી રીતે ચકાસવું?
સ્ટેપ બાય સ્ટેપ
1️⃣ વેબસાઈટ ખોલો
👉 https://voters.eci.gov.in
2️⃣ Login કરો / Register કરો
👉 તમારું મોબાઇલ નંબર અને પાસવર્ડથી લોગિન કરો. જો નવી અરજી છે તો રજિસ્ટર કરો.
3️⃣ Track Application Status પસંદ કરો
4️⃣ તમારું Reference ID નાખો (જે અરજી સમયે મળ્યું હોય છે)
5️⃣ તમારું Application Status સ્ક્રીન પર દેખાશે
👉 (જેમ કે “Under Process”, “Accepted”, “Rejected” વગેરે)
📲 ફોનથી પણ જાણો:
📞 તમારા રાજ્યની CEO ઓફિસની હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો
અથવા
📲 Voter Helpline Mobile App દ્વારા પણ સ્ટેટસ જોઈ શકો છો (Google Play Store / App Store પરથી ડાઉનલોડ કરો)
- SBI મુદ્રા લોન યોજના || કેવી રીતે એપ્લાય કરવું || જરૂરી ડોક્યુમેન્ટ || મુદ્રા લોન ના પ્રકારો || મુદ્રા લોન ના ફાયદા અને ગેરફાયદા વિશે સંપૂર્ણ જાણકારી
- પાક ધિરાણ અને ખેડૂત વીમા વચ્ચેનો સંબંધ || પાક વીમા સાથેની સુવિધા
- મુદ્રા લોન લેવા ના ફાયદા અને નુકસાન || mudra loan scheme benifits and drawbacks
- મુદ્રા લોન પર વ્યાજ દર અને ચૂકવણી ની શરતો 2025 || mudra loan interest rate 2025 || mudra loan 2025/26
- ઓનલાઇન ફ્રોડ થી બચવા માટે શું કરવું જોઈએ ? || How to Stay Safe From online Frauds