👉📝આજના આ લેખમાં આપણે ચેક વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તે કેવી રીતે લખવો.. તેમાં કઈ કઈ વિગતો લખવી ..ચેક માં કઈ ભૂલો નહીં કરવાની ..ચેક ક્યાં જમા કરાવવો જોઈએ.. કઈ જગ્યાએ આંકડામાં લખવાનું હોય છે.. અને કઈ જગ્યાએ શબ્દોમાં લખવાનું હોય છે ..ચેક ખાસ કરીને મોટી રકમ ની લેન દેન માટે વપરાય છે..જેમ કે રેન્ટ, સ્કૂલ ફી ,વેપાર અથવા કોઈ વ્યક્તિગત ચુકવણી માટે હોય છે.. પરંતુ ઘણા લોકો માટે ચેક લખવાની અને જમા કરાવવાની પ્રક્રિયા જાણતા નથી .. તેના માટે આ બ્લોગ ખૂબ જ ઉપયોગી સાબિત થશે..
Table of Contents
✅Cheque (ચેક )શું છે ?
👉ચેક એ બેંક દ્વારા આપવામાં આવતો એક દસ્તાવેજ છે.જેનાથી કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ ને ચોક્કસ રકમ ચૂકવી શકે છે,.અને ચેક નો ઉપયોગ લેખિત રીતે પૈસા ટ્રાન્સફર કરવા માટે થાય છે.ચેક પર લખેલી રકમ બેંક ચૂકવે છે.પણ તમારા એકાઉન્ટ માં પૂરતું બેલેન્સ હોવું જરૂરી છે.
✅📝Cheque (ચેક) કેવી રીતે લખવો

- ચેકના ઉપરના ખૂણામાં ટેટસ માં આજની તારીખ DD /MM/YYY ફોર્મેટ માં લખો .
- પૈસા કોને આપવાના છે તેનું નામ લખો. “”Pay to the order of “”સામે રીસીવર નું નામ લખો.(નામ સ્પષ્ટ અને પૂરું હોવું જોઈએ)
- રકમ શબ્દ માં લખો..
- રકમ આંકડામાં લખો..₹ ના ચિન્હ સાથે જગ્યા છોડ્યા વગર આંકડા લખો
- ચેક ના નીચેના ખૂણા માં તમારી સહી કરો (બેંક માં નોંધાયેલી જ સહી કરવી.)
✅🏦Cheque (ચેક) કેવી જમા કરાવવો
🏦👉બેંકની શાખા એ જઈને
1. બેક ની સાથે એક ડિપોઝિટ સ્લીપ ભરો. તેમાં તમારું નામ ,એકાઉન્ટ નંબર ,મોબાઈલ નંબર અને બેંકની શાખા વગેરે લખો.
2. ચેક અને સ્લીપ સાથે સાથે ક્લાર્કને આપો .
3. બેંક ચેક ની તપાસે છે અને પ્રોસેસ કરે છે અને સામાન્ય રીતે 2 થી 3 કામકાજના દિવસોમાં રકમ તમારા ખાતામાં જમા થઈ જાય છે.
🏧👉ATM ચેક ડ્રોપ બોક્સ
👉કેટલીક બેંકો માં ATM કેન્દ્ર માં ચેક ડ્રોપ બોક્સ હોય છે.ત્યાં તમે ચેક કવર માં મૂકી ને જમા કરી શકો છો.અહીંયા પણ તમારે ડિપોઝિટ સ્લીપ ભરવી પડે છે.
📝❌Cheque (ચેક) લખવા માં કઈ ભૂલો ન કરવી જોઈએ
- ચેક લખતી વખતે ખાલી જગ્યા છોડવી નહીં
- ચેક ચેકમાં તારીખ ખોટી લખવી નહીં
- બેંકમાં તમે જે સહી કરી હોય તે જ સહી કરવી તેને મળતી સહી કરવી નહીં
- રકમ માં Overwriting કરવું નહીં
- ખોટું નામ લખવું નહીં