જાણો તમારા આધાર કાર્ડ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે. તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે. સીમ કાર્ડ બંધ કેવી રીતે કરાવવું. સીમકાર્ડ બંધ કરાવવાની પૂરી પ્રોસેસ. How to deactivate sim card.
હવે તમે જાણી શકો છો કે તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે તમારે જાણવું જરૂરી છે કે તમારા નામે કોઈ બીજું તો સીમકાર્ડ નથી ઉપયોગ કરી રહ્યું ને! તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે એ જાણવા માટે તમારે એક સરકારી વેબસાઈટની જરૂર પડશે હવે તમે એક સરકારી વેબસાઈટની મદદથી જાણી શકો છો કે તમારા આધાર કાર્ડમાં જે નામ છે એ નામ ઉપર કેટલા સીમકાર્ડ ચાલુ છે.
અત્યારે દિવસેને દિવસે સીમકાર્ડ પરથી થતા ફ્રોડ વધતા જાય છે તેથી તમારે જાણવું જરૂરી છે કે તમારા નામનું કોઈ બીજું તો સીમકાર્ડનો મિસ યુ જ નથી કરી રહ્યું ને.
હું જે તમને પ્રોસેસ જણાવું એ પ્રોસેસની મદદથી તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે અને તમારે જો સીમકાર્ડ બંધ કરાવવું હોય તો પણ તમે એ પ્રોસેસની મદદથી બંધ કરાવી શકો છો.
તમારા નામ ઉપર કેટલા સીમકાર્ડ ચાલુ છે એ જાણવા અથવા સીમકાર્ડ બંધ કરાવવા માટેની વેબસાઈટ નીચે આપેલી છે ત્યાં ટચ કરીને તમે વેબસાઈટ પર જઈ શકો છો.
નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.
લિંક ઉપર ક્લિક કરશો એટલે ઉપર જે તમને સ્ક્રીન બતાવી છે એવી રીતે વેબસાઈટ પૂરેપૂરી ખુલી જશે. હવે સાઈડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે. સરકારી વેબસાઈટ છે. વેબસાઈટના હોમ પેજ ઉપર નીચે સ્કોર કરશો એટલે નીચે પ્રમાણે ઓપ્શન જોવા મળશે એ ઓપ્શન ઉપર તમારે ટચ કરવાનું રહેશે જે નીચે સ્ક્રીન આપેલી છે.
વેબસાઈટ પર નીચે સ્કોર કરશો એટલે અહીંયા ઉપર રેડ કલરમાં જે સર્કલ દેખાય છે તેવી રીતે તમને know your mobile connections એક ઓપ્શન જોવા મળશે એ ઓપ્શન ઉપર તમારે ટચ કરવાનો રહેશે જે તમે ઉપરની સ્ક્રીન ઉપર જોઈ શકો છો.
know your mobile connections પર ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.
- ઉપરની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો અહીંયા તમારે 10 ડિજિટ મોબાઈલ ( 10 digit mobile number) નંબર લખેલું છે. ત્યાં તમારો કોઈપણ ચાલુ મોબાઈલ નંબર લખવાનો રહેશે જે તમે આધાર કાર્ડ પર મોબાઇલ નંબર લીધો છે એ મોબાઈલ નંબર તમારે ત્યાં એન્ટર કરવાનો રહેશે.
- ત્યારબાદ નીચે એન્ટર કેપ્ચા( enter captcha) લખેલું છે ત્યાં જે તમને ઉપર બોક્સમાં થોડા નંબર દેખાય છે કોપી એવી જ રીતે એ નંબર ત્યાં લખવાના રહેશે રહેશે. ત્યારબાદ વેલિડેટ કેપ્ચા ( validate captcha) ઉપર ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરશો એટલે જે તમે મોબાઈલ નંબર ઉપર એન્ટર કર્યો છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપ જશે.
- તમારા મોબાઈલ નંબર ઉપર છે ઓટીપી આવશે એ ઓટીપી (OTP) ઓટીપી લખ્યું છે ત્યાં લખવાનો રહેશે ત્યારબાદ લોગીન ઉપર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ તમે નીચેની સ્ક્રીન પર આવી જશો.
ઉપર તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તેમ જે નંબરથી તમે લોગીન કર્યું છે એ નંબર તમને ઉપર જોવા મળશે. અને તમારા આધાર કાર્ડ પર બીજા કયા નંબર ચાલુ છે એ બધા નંબર નું લિસ્ટ પણ જે લાલ કલરમાં રાઉન્ડ કરેલું છે ત્યાં તમે જોઈ શકો છો ત્યાં જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો તમારા નામે જેટલા પણ સીમકાર્ડ હશે એ બધા સીમકાર્ડ નો નંબર તમને અહીંયા જોવા મળશે.
અહીંયા જે પણ નંબર બતાવે છે. એ બધા નંબરમાંથી કોઈ નંબર એવા છે કે જે તમારો નંબર નથી અથવા તો તમે એનો ઉપયોગ કરતા નથી તમારા નામે કોઈ બીજાએ સીમકાર્ડ લીધું છે. તો તમે અહીંયાથી જ એ સીમકાર્ડને તમે બંધ કરાવી શકો છો. જેની માટે એ નંબરની સામે તમને ત્રણ અલગ અલગ ઓપ્શન જોવા મળશે.
- તમારા ગામનો સરકારી નકશો જોવા માટે અહીં ક્લિક કરો.
1 – not my number એ ઓપ્શન ની મદદથી તમે જો તમે એ સીમકાર્ડ તમારા નામે ન લીધું હોય તમારે નામે કોઈ બીજું સીમકાર્ડ ઉપયોગ કરી રહ્યો છે તો એની ઉપર તમે ટચ કરીને એ સીમકાર્ડ બંધ કરાવી શકો છો.
2 – not required એ ઓપ્શન ની મદદથી જો તમે એ સીમ કાર્ડ લીધું હોય અને હવે એ સીમ કાર્ડ ની જરૂરિયાત નથી તો એ ઓપ્શન ઉપર તમે ટચ કરીને એ સીમકાર્ડ બંધ કરાવી શકો છો.
તો આ પ્રોસેસની મદદથી તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે અને સીમ કાર્ડ બંધ કરાવી શકો છો. નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે એ જાણવા વેબસાઈટ પર જવા નીચેની લીંક ઉપર ક્લિક કરીને જઈ શકો છો.