👉📝આ લેખમાં આપણે બાળકોને આધાર કાર્ડ કેવી રીતે કઢાવવું તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આધાર કાર્ડ આજે ભારતમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો માનો એક છે. માત્ર મોટા લોકો માટે જ નહીં પરંતુ નવજાત બાળકથી લઈને પાંચ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકો માટે પણ આધારકાર્ડ ખૂબ જ જરૂરી બની ગયું છે. શાળા પ્રવેશ, સરકારી યોજનાઓનો લાભ, બેંક ખાતુ ખોલાવવું, સ્કોલરશીપ માટે, આરોગ્ય સેવાઓ અને અન્ય ઘણી જગ્યાએ બાળકના આધાર કાર્ડ ની ખુબ જ જરૂર પડે છે. જો બાળક ની ઉંમર પાંચ વર્ષથી ઓછી હોય તો બ્લુ આધાર આપવામાં આવે છે અને પાંચ વર્ષ તથા 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે. શું તમારે પણ તમારા બાળકનું આધાર કાર્ડ બનાવવું હોય તો આ લેખમાં કેવી રીતે તેના માટે અરજી કરવી જરૂરી ડોક્યુમેન્ટ બાયોમેટ્રિક અપડેટ અને મહત્વની બાબતો વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલી છે.
Table of Contents
❇️બાળકો માટે આધારકાર્ડ શું છે?
બાળકો માટે UIDAI દ્વારા જારી કરવામાં આવતું આધાર કાર્ડ સામાન્ય આધાર કાર્ડ જેવું જ હોય છે. જો બાળકની ઉંમર પાંચ વર્ષથી ઓછી હોય તો તેને બ્લુ આધાર પણ કહેવામાં આવે છે.
- 0 થી 5 વર્ષ સુધીના બાળકો માટે ફિંગર પ્રિન્ટ અને આંખના સ્કેન લેવામાં આવતા નથી.
- બાળકનો આધાર માતા અથવા પિતાના આધાર સાથે જ જોડવામાં આવે છે.
- બાળક 5 વર્ષનો થાય ત્યારે બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજીયાત છે.
- ત્યારબાદ 15 વર્ષની ઉંમરે ફરી એકવાર બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે.
✅બાળકોનું આધારકાર્ડ બનાવવાના ફાયદા
- શાળામાં પ્રવેશ માટે ઉપયોગી
- સરકારી યોજના નો લાભ લેવા માટે
- સ્કોલરશીપ માટે
- બેંક ખાતુ ખોલવા માટે ઉપયોગી
- આરોગ્ય યોજનાઓમાં નોંધણી કરવા
- પાસપોર્ટ બનાવવામાં મદદરૂપ
- ઓળખના પુરાવા તરીકે ઉપયોગી
🗂️બાળકોનું આધાર કર્ડ બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
✅બાળકના ડોક્યુમેન્ટ
- જન્મ પ્રમાણપત્ર
- હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ જન્મનો દાખલો
✅માતા અથવા પિતાના ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- મોબાઈલ નંબર આધાર સાથે જોડાયેલ હોવો જોઈએ
⏭️બાળકનું આધારકાર્ડ કેવી રીતે કઢાવવું?
- તમારી નજીકના આચાર સેવા કેન્દ્ર અથવા આધાર નોંધણી કેન્દ્ર પર જાવ.
- ઘણા કેન્દ્રમાં ઓનલાઇન એપોઇમેન્ટની સુવિધા ઉપલબ્ધ હોય છે એપોઇન્ટમેન્ટ લઈને જવાથી રાહ જોવાની જરૂર પડતી નથી.
- કેન્દ્ર પર આપવામાં આવેલ આધાર નોંધણી ફોર્મમાં બાળકનું નામ, જન્મ તારીખ, માતા અથવા પિતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી વિગતો ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અરજી ફોર્મ સાથે જોડો.
- અધિકારી દ્વારા તમારા ડોક્યુમેન્ટની ચકાસણી થશે
- બાળકનો ફોટો લેવામાં આવશે.. પાંચ વર્ષથી નાના બાળક માટે ફિંગર પ્રિન્ટ અને આઈરીઝ સ્કેન લેવામાં આવતા નથી.
- એન્ડ્રોઇડમેન્ટ સ્લીપ મેળવો.
- પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને એન્રોલમેન્ટ આઈડી સાથેની સ્લીપ આપવામાં આવશે. આ સ્લીપ સાચવી રાખવી જરૂરી છે.
❇️બાળકનું 5 કે 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક કેવી રીતે કરાવવું?
✅જ્યારે બાળક 5 વર્ષ કે 15 વર્ષની થાય ત્યારે નજીકના આધાર કેન્દ્રમાં થઈને નીચે મુજબ અપડેટ કરાવવું,
- ફિંગર પ્રિન્ટ
- આંખનો સ્કેન
- ફોટોગ્રાફ
✅આ પ્રક્રિયા મફતમાં કરવામાં આવે છે.
⏭️સામાન્ય રીતે અરજી કર્યા પછી 7 થી 30 દિવસની અંદર આધારકાર્ડ તૈયાર થઈ જાય છે.
✅Enrollment ID દ્વારા આધાર નું સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકાય છે.
❇️આધાર નંબર અથવા એન્રોલમેન્ટ આઈડી દ્વારા e- Aadhaar ડાઉનલોડ કરી શકાય છે અને જરૂર પડે ત્યારે પ્રિન્ટ પણ કાઢી શકાય છે.
🛑📌આધાર કાર્ડ કાઢતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો
- બાળકની સાચી જન્મતારીખ દાખલ કરો
- માતા અથવા પિતાનો મોબાઇલ નંબર સક્રિય હોવો જોઈએ
- એનરોલમેન્ટ સ્લીપ સાચવી રાખો
- 5 વર્ષ અને 15 વર્ષ પૂર્ણ થયા પછી બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું ભૂલશો નહીં