👉📝આ લેખમાં આપણે રેશનકાર્ડમાં KYC કેવી રીતે કરવું તે વિશે માહિતી મેળવીએ. ભારત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજ અને અન્ય સરકારી યોજનાઓનો લાભ પારદર્શક રીતે મળે તે માટે સમયાંતરે રેશનકાર્ડ KYC ( Know your Customer) કરાવવાનું કહેવામાં આવે છે. KYC પૂર્ણ થયા પછી રેશનકાર્ડ ની માહિતી અપડેટ રહે છે અને લાભાર્થીને સરકારની વિવિધ યોજનાઓના લાભ સરળતાથી મળતા રહે છે. રેશનકાર્ડમાં KYC કરાવવો દરેક લાભાર્થી માટે મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. સમયસર KYC કરાવવાથી રેશનકાર્ડ સક્રિય રહે છે, સરકારી અનાજ મેળવવામાં કોઈ મુશ્કેલી આવતી નથી અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકે છે. તેથી સરકાર અથવા રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાઓ અનુસાર સમયસર KYC જરૂર કરાવવું જોઈએ… તે આજે આપણે આલેખમાં KYC શું છે, શા માટે જરૂરી છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, ઓનલાઇન તથા ઓફલાઈન KYC કેવી રીતે કરવું તે વિશે વિગતવાર માહિતી મેળવીશું.
Table of Contents
✅રેશનકાર્ડ KYC એટલે શું?
રેશનકાર્ડ KYC એટલે રેશનકાર્ડમાં નોંધાયેલા સભ્યોની ઓળખ અને માહિતીની ચકાસણી કરવાની પ્રક્રિયા. આ દરમિયાન આધાર નંબર, મોબાઈલ નંબર અને અન્ય વિગતોની ખાતરી કરવામાં આવે છે જેથી સાચા લાભાર્થીને જ સરકારી અનાજ અને યોજનાઓનો લાભ મળી શકે.
✅રેશન કાર્ડ KYC શા માટે જરૂરી છે?
રેશનકાર્ડ KYC કરાવવાથી નીચેના જેવા લાભ મળી શકે છે.
- રેશનકાર્ડ સક્રિય રહે છે.
- સરકારી અનાજ મળવામાં મુશ્કેલી આવતી નથી.
- ખોટા અથવા ડુબલીકેટ રેશનકાર્ડ દૂર કરવામાં મદદ મળે છે.
- સરકારની નવી યોજનાઓનો લાભ સરળતાથી મળે છે.
- પરિવારની માહિતી અપડેટ રહે છે.
- આધાર સાથે વિગતો ચકાસાઈ છે.
🗂️રેશનકાર્ડ KYC માટે જરૂરી ડોક્યુમેન્ટ
- રેશનકાર્ડ
- પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડ
- આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સરનામાનો પુરાવો
⏭️રેશન કાર્ડ KYC કેવી રીતે કરવું?
1). ઓફલાઈન
- તમારા નજીકની રેશનકાર્ડ દુકાને જાવ.
- રેશનકાર્ડ લઈ જવું જરૂરી છે.
- પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ સાથે રાખો
- જરૂર પડે તો તમામ સભ્યોની બાયોમેટ્રિક (ફિંગર પ્રિન્ટ) ચકાસણી કરાવો.
- માહિતી તપાસ્યા પછી KYC પૂર્ણ થઈ જશે.
- સફળ KYC બાદ તેની નોંધ સિસ્ટમમાં થઈ જશે
2).ઈ-KYC (ઓનલાઇન)
(જો રાજ્યમાં સુવિધા ઉપલબ્ધ હોય તો)
- રાજ્યના food & Civil supplies વિભાગની અધિકૃત વેબસાઈટ પર જાવ.
- રેશનકાર્ડ નંબર દાખલ કરો.
- OTP અથવા બાયોમેટ્રિક દ્વારા ઓળખની પૃષ્ટિ કરો.
- વિગતો સાચી હોય તો KYC સબમીટ કરો.
📌🛑⚠️ઓનલાઇન ઈ – KYC ની સુવિધા દરેક રાજ્યમાં ઉપલબ્ધ હોય જ એવું જરૂરી નથી
🛑📌KYC કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
- આધાર અને રેશનકાર્ડ માં નામ સરખું હોવું જોઈએ.
- મોબાઈલ નંબર આધાર સાથે જોડાયેલ હોવો જોઈએ.
- પરિવારના નવા સભ્યોનું નામ ઉમેરવાનું હોય તો પહેલા તે પ્રક્રિયા પૂર્ણ કરવી.
- તમામ માહિતી સાચી આપવી.
- સરકાર દ્વારા જાહેર કરેલ અંતિમ તારીખ પહેલા KYC પૂર્ણ કરાવવું
⏭️KYC ન કરાવવાથી શું થઈ શકે?
- રેશન મળવામાં મોડું થઈ શકે
- રેશનકાર્ડ અસ્થાયી રીતે નિષ્ક્રિય થઈ શકે છે.
- કેટલીક સરકારી યોજનાઓનો લાભ મળતો નથી
- માહિતીમાં ભૂલ હોવાને કારણે લાભ મળવામાં મુશ્કેલી આવી શકે.