👉📝આલેખમાં આપણે વ્યાજ વગરની લોન વિશે માહિતી મેળવીશું. 2025 માં 100% વ્યાજ વગર લોન મા કોને લાભ મળે છે.. જેમકે સીધા 100% વ્યાજ વગરના લોન સામાન્ય રીતે જરૂરી સામાજિક અને આર્થિક ઘડતર જેમ કે પરિવારમા મહિલા,SC,ST,MSME , આદિવાસી, ચલ સ્તરના વેપારી વગેરે માટે જ ઉપલબ્ધ હોય છે. બહુ જ પ્રચલિત રીતે ,સરકારી મદદરૂપ યોજનાઓમાં ચોક્કસ સમૂહ જ ખુશખુશાલ લાભ પામે છે. સૌથી સ્પષ્ટ રીતે ગુજરાતમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી ₹1, વ્યાજમુક્ત લોન અને PMAY ને CSIS દ્વારા વ્યાજ સબસીડી ના ફાયદા ,કોઈપણ યોજના નો લાભ લેવા માટે તમારા રાજ્ય ,આવક, વ્યવસાય અને લિંગ પર આધાર રાખે છે. તો આ લેખમાં આપણે 2025 માં કોને વ્યાજ વિના લોન મળી શકે છે ,કઈ યોજનાઓથી તેનો લાભ લઈ શકાય છે, અને શું શરતો લાગુ પડે છે ?તે વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ.

Table of Contents
📂જરૂરી ડોક્યુમેન્ટ. ( અલગ અલગ યોજના પ્રમાણે અમુક ડોક્યુમેન્ટ બદલાઈ શકે છે)
- આધારકાર્ડ
- રહેઠાણના પુરાવા માટે વીજળી બિલ ,પાણી બીલ ,રેશનકાર્ડ વગેરે
- આવકનો દાખલો
- શિક્ષણની લોન માટે શિક્ષણનો દાખલો
- મહિલા ગ્રુપ ડીટેલ
- બેંક ખાતાની વિગતો
🧕1.મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના
👉ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી બધી યોજના શરૂ કરવામાં આવી છે. તેમાંની એક છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના. આ યોજના અંતર્ગત મહિલા સમૂહને ₹1,00,000 સુધીની વ્યાજ વીના લોન આપવામાં આવે છે.

✅લાયકાત :
- ગુજરાતની મહિલાઓ માટે જ માત્ર
- જે મહિલા જાતે જ નાનો ઉદ્યોગ કે વેપાર શરૂ કરવા માંગતી હોય
- મહિલા ગ્રુપ દ્વારા અરજી કરવાની હોય છે
❇️ફાયદા :
- લોન માં કોઈપણ પ્રકારનું વ્યાજ લાગતું નથી,
- રાજ્ય સરકાર લોન પરનું વ્યાજ ચૂકવે છે
- મહિલાના સુરક્ષિત ભવિષ્ય માટે સહાયરૂપ
📝2. શિક્ષણ લોન પર વ્યાજ સબસીડી (CSIS)
👉આ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને માટેની યોજના છે તેમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન મળે છે તેમને કોર્સ દરમિયાન અને કોષ પૂરો થયા પછી એક વર્ષ સુધીનું વ્યાજ સરકાર ચૂકવે છે
✅લાયકાત :
- વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક ₹4.5 લાખ થી ઓછી હોવી જોઈએ.
- લોન ભારતની માન્ય બેંકો માંથી લેવામાં આવી હોય
- UGC / AICTE માનનીય સંસ્થામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
🧑🚒3. મુખ્યમંત્રી યુવા સ્વરોજગાર યોજના
👉આ યોજના યુવાનોને નાનો વ્યવસાય શરૂ કરવા માટે વ્યાજ વીના લોન અથવા સબસીડી સાથે લોન આપવામાં આવે છે.
✅લાયકાત :
- 18 થી 35 વર્ષ સુધીના યુવાનો ને લાભ મળે છે ,
- વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા યુવાનો ને સહાય
- રાજ્ય ના રહેવાસી હોવા જોઇએ
🏠4. પ્રધાનમંત્રી આવાસ યોજના- PMAY
👉પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારમાં લાગુ પડતી હોય છે, આ યોજનામાં આવાસ એટલે કે ઘર ખરીદવા માટે લોન લેતા લોકોને 3% થી 6.5 % સુધી વ્યાજ સબસીડી આપવામાં આવે છે .એટલે કે એક રીતે જોવામાં આવે તો આ યોજના પણ વ્યાજમુક્ત યોજના જેવી જ બની જાય છે.

✅લાયકાત :
- EWS,LIG,MIG-1,MIG -2 વર્ગ માટે
- પ્રથમ ઘર ની ખરીદી માટે જ લાગુ પડશે
- અમુક શરતો મુજબ માસિક આવક ના ધોરણે
👳5. પર્સનલ લોન પર વ્યાજ રાહત
👉કેટલાક ટ્રસ્ટ અથવા NGO જેમ કે SEWA ટ્રસ્ટ RANG DE, Millaap વગેરે જેવા વ્યાજ વગર અથવા ખૂબ ઓછા વ્યાજે પર્સનલ લોન આપે છે .ખાસ કરીને મહિલાઓ, મહિલા ઉદ્યોગપતિઓ, વેપારીઓ માટે.
👳5. કિશાન ક્રેડિટ કાર્ડ (KCC)

👉આ યોજના ખાસ ખેડૂતો માટે છે. ખેડૂત માટે લાયકાત ધરાવતા ખેડૂતો 3% થી 4% વ્યાજદરે લોન આપવામાં આવે છે. જો તેઓ સમયસર લોન ચુકવણી કરે તો વ્યાજ સબસીડી પણ મળે છે.