👉📝આજે આપણે આ લેખમાં ખેડૂત નોંધણી એટલે કે( Farmer ragistration )કેવી રીતે કરાવવું.. ખેડૂત નોંધણી એટલે શું.. ખેડૂત નોંધણી શા માટે જરૂરી છે… ખેડૂત નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટો… ખેડૂત નોંધણી કેવી રીતે કરાવવી તેની પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આ લેખમાં જોઈશું. આજના આ લેખમાં ખેડૂત તરીકે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂત નોંધણી કરાવવી અત્યંત આવશ્યક છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર ઘણી ખેતીને લગતી સહાય યોજનાઓ લાવતા હોય છે જેમાં માત્ર નોંધાયેલા ખેડૂતને જ આ લાભ મળતા હોય છે. તો આજે આપણે ખેડૂત નોંધણી કેવી રીતે કરવી તે વિશે માહિતી મેળવીશું.
Table of Contents
⏭️ખેડૂત નોંધણી( Farmer ragistration)એટલે શું ?
👉ખેડૂત નોંધણી એ એવી પ્રક્રિયા છે જેમાં ખેડૂત ના નામે જમીન છે કે નહીં તે પૃષ્ટિ કરવામાં આવે છે .અને તેને કૃષિ ખાતા દ્વારા રજીસ્ટર ખેડૂત તરીકે નોંધવામાં આવે છે .આ નોંધણી પછી જ ખેડૂત વિવિધ સહાય સબસીડી સહકારી યોજના અનેક ખાતર બિયારણ ની સહાય મેળવવા માટે લાયક ગણવામાં આવે છે.

✅ખેડૂત નોંધણી ( Farmer ragistration) શા માટે જરૂરી છે ?
- સરકારની કૃષિ સહાય યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી છે.
- ખાતર, બિયારણ ,પાક વીમા વગેરે માટે
- e-kisan,i-khedut જેવી પોર્ટલ સેવા માટે
- કૃષિ લોન માટે આધાર
📂❇️ખેડૂત નોંધણી( Farmer ragistration) માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જમીન પત્રો એટલે કે 7/ 12 અને 8 અ ની નકલ
- ઓળખ પુરાવા માટે આધાર કાર્ડ અથવા પાનકાર્ડ
- જમા સહાય માટે બેંક પાસબુક
- મોબાઈલ નંબર OTP માટે
- પાસપોર્ટ સાઇઝ ફોટા
- ખેતી સંબંધિત કાયદેસર પાટા હોય તો પાટા પત્રક
⏭️✅ખેડૂત નોંધણી ( Farmer ragistration) કરવા ની પ્રક્રિયા
❇️1.ઓનલાઇન પ્રક્રિયા ( i -khedut portal )
- i-khedut પોર્ટલ પર જાઓ
- “ખેડૂત નોંધણી “અથવા “નવી અરજી” વિકલ્પ પસંદ કરો .
- તમારો આધાર નંબર, નામ , જિલ્લો , તાલુકો , ગામ વગેરે વિગતો નાખો.
- જમીન વિગતો ઉમેરો.. સર્વે નંબર અને જમીનના દસ્તાવેજ અપલોડ કરો.
- તમારા મોબાઇલ પર આવેલો OTP વેરિફિકેશન કરો.
- ફોર્મ સબમીટ કરો.
- રસીદ ડાઉનલોડ કરો.
નોંધ : નોંધણી થઈ ગયા પછી તમે ગમે તે યોજના માટે અરજી કરી શકો છો.
❇️2.ઓફલાઈન પ્રક્રિયા
- તમારી નજીક ના કૃષિ અધિકારી ના કચેરી કે તાલુકા ખેડૂત સેવા કેન્દ્ર પર જાઓ.
- જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરો.
- અધિકારી દ્વારા અરજી ચકાસ્યા પછી અરજી આગળ મોકલવામાં આવશે.
- ખાતરી થયા પછી તમારું નામ રજીસ્ટર ખેડૂત તરીકે નોંધાઈ જશે.
✅👉ખેડૂત નોંધણી થઈ ગયા પછી શું ફાયદો થાય
- નોંધણી થયા પછી તમે સરકારના i-khedut પોર્ટલ પર લોગીન કરી શકો છો.
- સરકારની વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકો છો.
- ખેડૂત તરીકે તમામ હક મેળવવા માટે લાયક બની જશો.
⚠️⚠️ખાસ નોંધ :⚠️⚠️
👉નોંધણી કરતી વખતે સાચી માહિતી આપવી જરૂરી છે.
👉જમીન ભાડે લીધેલી હોય તો પાટા પત્રક ઉમેરવું જરૂરી છે.
👉દર વર્ષે નોંધણી અપડેટ કરાવી જોઈએ.
