નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ(non creamy layer certificate) મેળવવા ની પ્રક્રિયા
Table of Contents
આ લેખ માં આપણે જાણીશું કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું…તેના માટેના ડોક્યુમેન્ટ…તેની લાયકાત…કેવી રીતે અરજી કરવી..આ સર્ટિફિકેટ ખાસ કરીને OBC કેટેગરી ના લોકો માટે જરૂરી ડોક્યુમેન્ટ છે.જે નક્કી કરે છે કે કોઈ વ્યક્તિ આરક્ષણ માટે લાયક છે કે નહીં.જો વ્યક્તિ “Creamy layer”કેટેગરી માં આવે છે તો તે સરકાર ના આરક્ષણ લાભો માટે પાત્ર નથી.તે Non creamy layer હોય તો જ આરક્ષણ લાભો મળતા હોય છે..
નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ( Non – Creamy layer certificate )મેળવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદાર નું આધારકાર્ડ
- રહેઠાણ પુરાવા તરીકે (લાઈટ બિલ/રેશન કાર્ડ/વોટર બિલ)
- જન્મપ્રમાણપત્ર/સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- પિતા ની આવક નું પ્રમાણપત્ર (છેલ્લા ત્રણ વર્ષનું)
- OBC / જાતિ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- OBC કેટેગરી માં આવતું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (જો હોય તો જ)
- નોન ક્રિમિલિયર માટે નું ફોર્મ (જે તમે ઓનલાઈન અથવા સ્થાનિક ઓફીસ માંથી મેળવી શકો છો.
લાયકાત
અરજદાર OBC વર્ગ માં આવતો હોવો જોઇએ
વાર્ષિક આવક રૂપિયા 8 લાખ થી વધારે ન હોવી જોઇએ
નોન – ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે અરજી કરવાની પ્રક્રિયા
નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મેળવવા માટે 2 રીતે અરજી થઈ શકે છે
1.ઓનલાઇન અરજી (રાજ્ય પર આધાર રાખે છે)
2.ઓફલાઈન અરજી
1. ઓનલાઈન અરજી
- ગુજરાત માટે Digital Gujarat Portal પર જાઓ વેબસાઈટ પર જવા માટે અહીંયા ક્લિક કરો
- Non-Creamy layer certificate માટે અરજી કરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા
- ફી( જો લગતી હોય તો ભરવી)
- ટ્રેકિંગ નંબર મળશે
2. ઓફલાઈન અરજી
- જિલ્લા કલેકટર ઓફિસ/ મામલતદાર ઓફિસ એ જઈને અરજી ફોર્મ ભરવું
- જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ આપવી
- અધિકારી દ્વારા વેરિફિકેશન બાદ પ્રમાણપત્ર મેળવી લેવું
પ્રમાણપત્ર કઢાવવા માટે લાગતો સમય
સામાન્ય રીતે તમારા બધા જ ડોક્યુમેન્ટ જો યોગ્ય હોય તો 15 થી 20 દિવસમાં નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર મળી જાય છે
તો આવી રીતે તમે નોન ક્રિમિલર સર્ટિફિકેટ બે રીતે કઢાવી શકો છો.