જમીનની જંત્રી jamin ni jantri એટલે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતો એવો દર છે. જે જમીન કે મિલકતની કિંમત નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેમ કે જ્યારે કોઈ વ્યક્તિ જમીન ખરીદે છે અથવા વેચે છે. ત્યારે જમીનની સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જ સરકાર જંત્રી દરના આધારે નક્કી કરે છે દરેક વિસ્તાર માટે અલગ અલગ પ્રકારની જમીન મુજબ જુદી જુદી જંત્રી હોય છે આ જંત્રીના દર સમયાંતરે બદલાતા રહે છે જે જમીન તમે ખરીદી રહ્યા છો અથવા વેચી રહ્યા છો તેનો ભાવ બજાર ભાવ કરતા ઓછો છે તો પણ સ્ટેમ્પ ડ્યુટી જંત્રીના આધારે જ ભરવી પડે છે.
Table of Contents
તમારી જમીન ની જંત્રી ઓનલાઇન જોવો
- ઓનલાઇન જંત્રી જોવા માટે official website visit કારો : https://garvi.gujarat.gov.in/
- મેનુ માંથી જંત્રી વિકલ્પ પસંદ કરો.
- હવે તમારા જિલ્લા ,તાલુકો,ગામ અથવા શહેર પસંદ કરો.
- પછી land type પસંદ કરો.
- “show jantri” પર ક્લિક કરતા તમને પ્લૉટ નંબર અને વિસ્તાર મૂજબ જંત્રીના ભાવ જોવા મળશે.
નીચે થોડા screen shot આપેલા છે. જે જોઇ ને તમે આસની થી માહિતી મેળવી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે જે તમે જોઈને જંત્રીની માહિતી મેળવી શકો છો.
વેબસાઈટ પર જશો એટલે ઉપર દર્શાવેલા સ્ક્રીનશોટ પ્રમાણે તમને વેબસાઈટનો લુક જોવા મળશે જેમાં લખેલું છે જંત્રી 2024 માટે અહીંયા ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે.
ત્યાં તમે ક્લિક કરશો એટલે ઉપર પ્રમાણે તમને ઉપર દર્શાવેલ સ્ક્રીનશોટ પ્રમાણે બેન જોવા મળશે ત્યાં તમને બે ઓપ્શન આપેલા છે જો તમારે ગામડાના એરિયા ની જંત્રી જોઈતી હોય તો ત્યાં ક્લિક કરવાનું રહેશે જેમાં રૂરલ લખેલું છે અથવા જો તમારે અર્બન એરીય માટે જંત્રી જોઈતી હોય તો ત્યાં ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે પેજ જોવા મળશે.
અહીં જે ઉપર તમને પેજ દેખાય છે તે અલગ અલગ જિલ્લા પ્રમાણે જંત્રી પીડીએફ સ્વરૂપે આપેલી છે હવે જે જિલ્લામાં આવેલા ગામડાની તમારી જંત્રી જોઈતી છે તે જિલ્લાની સામે એક લાલ કલરમાં pdf નો સિમ્બોલ તમને જોવા મળશે એ સિમ્બોલ ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટીક પીડીએફ ડાઉનલોડ થઈ જશે. પછી એ પીડીએફ ને ઓપન કરવાની રહેશે. પીડીએફ ઓપન કરશો એટલે નીચે પ્રમાણે તમને પીડીએફ ઓપન થયેલી જોવા મળશે.
જે ઉપરની પીડીએફ રાજકોટના ધોરાજી તાલુકાના ભડાજલિયા ગામની જે પણ અલગ અલગ પ્રકારની જમીન છે. તે જમીન ના પ્રકાર પ્રમાણે જંત્રીનો ભાવ આપેલો છે. જંત્રી નો ભાવ પ્રતિ ચોરસ મીટર એ આપેલો છે. તો આવી રીતે તમે તમારા ગામની પણ અલગ અલગ પ્રકારની જમીનની જંત્રી જોઈ શકો છો.
GARVI mobile app દ્વારા જંત્રી જોવો
- Google play store માંથી “GARVI gujrat” એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- એપ્લિકેશન ઓપન કરી જંત્રી સેક્શન પસંદ કરો.
- વેબસાઈટ પર કીધું છે તેમ જીલ્લો તાલુકો પસંદ કરો.
- તમને PDF મળે છે તે ડાઉનલોડ કરીને જોવો.
જંત્રી નો ઉપયોગ કયા થાય છે
- જમીન ખરીદતી અને વેચતી વખતે
- સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં
- લોન અને જમીનની કિંમત નક્કી કરવા
- મિલકતનું પાનકાર્ડ અથવા એફિડેવિટ કરતી વખતે
જંત્રીના અલગ અલગ પ્રકાર
વિસ્તાર, જમીન નો પ્રકાર,ગામ ની જમીન અને શહેર ની જમીન પ્રમાણે જંત્રીના પ્રકાર અલગ અલગ હોય છે.
- રહેણાંક જમીન
- વ્યવાયિક જમીન
- કૃષી ની જમીન
- ઔદ્યોગિક જમીન
જંત્રીના ભાવ અથવા જંત્રી નો રેટ દર 2-3 વર્ષે અપડેટ થાય છે. જેની ખાસ નોંધ લેવી.
📲 વધુ માહિતી માટે અને રોજિંદા ઉપયોગી બ્લોગ વાંચવા માટે મુલાકાત લો –
🌐 HelpingUjrati.com
🔍 અહીં તમને મળશે:
✔️ સરકારી યોજનાઓની માહિતી
✔️ ટેકનોલોજી અને એપ્સ વિશે માર્ગદર્શન
✔️ ખેતી, લોન, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત જાણકારી – તે પણ ગુજરાતી ભાષામાં!
🚀 HelpingUjrati.com – તમારી ભાષા, તમારું જ્ઞાન!
- SBI મુદ્રા લોન યોજના || કેવી રીતે એપ્લાય કરવું || જરૂરી ડોક્યુમેન્ટ || મુદ્રા લોન ના પ્રકારો || મુદ્રા લોન ના ફાયદા અને ગેરફાયદા વિશે સંપૂર્ણ જાણકારી
- પાક ધિરાણ અને ખેડૂત વીમા વચ્ચેનો સંબંધ || પાક વીમા સાથેની સુવિધા
- મુદ્રા લોન લેવા ના ફાયદા અને નુકસાન || mudra loan scheme benifits and drawbacks
- મુદ્રા લોન પર વ્યાજ દર અને ચૂકવણી ની શરતો 2025 || mudra loan interest rate 2025 || mudra loan 2025/26
- ઓનલાઇન ફ્રોડ થી બચવા માટે શું કરવું જોઈએ ? || How to Stay Safe From online Frauds