👉📝આ લેખમાં આપણે બેંક માંથી રૂપિયા કેટલી રીતે ઉપાડી શકાય… પૈસા ઉપાડવા હવે માત્ર બેંક જ નહીં, પરંતુ ડિજિટલ વિકલ્પો પણ ખૂબ જ સરળ અને ઝડપી બની ગયા છે. તમારી જરૂરિયાત અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરો, અને સુરક્ષિત રીતે તમે ગમે તેટલા પૈસા ઉપાડી શકો છો .અત્યારે આ સમયમાં પૈસા ઉપાડવાની રીતો ઘણી બધી છે. હવે માત્ર બેંકની બ્રાન્ચે જ નહીં પણ વિવિધ ઓનલાઇન માધ્યમથી પણ રૂપિયા ઉપાડી શકાય છે ,તો આપણે આ લેખમાં કઈ કઈ રીતે અને કયા વિવિધ વિકલ્પો દ્વારા તમે બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી શકો છો ,તે વિશેની વિગતવાર માહિતી મેળવીએ.
Table of Contents
🏠1. બેંકની શાખા માં જઈને રૂપિયા ઉપાડવા
- બેંક ની શાખાએ જાઓ
- ત્યાં જઈ બેંક પાસેથી સ્લીપ લેવી
- તેમાં તમારું નામ, ખાતા નંબર , રૂપિયા ની રકમ લખો
- નીચે અને પાછળ ની બાજુ તમારી સહી કરો.
- આધારકાર્ડ અને પાનકાર્ડ ઓળખ માટે ડોક્યુમેન્ટ આપો
- હવે કાઉન્ટર થી પૈસા કેશ માં લ્યો.
આ પદ્ધતિ થી ખાસ કરીને મોટા રકમ માટે ઉપયોગી હોય છે
❌ગેરફાયદા :
- લાંબો સમય લાગે છે
- લાઈનમાં ઊભું રહેવું પડે છે
🏧2. ATM ( એટીએમ) મશીનથી રૂપિયા ઉપાડવા
આ સૌથી ઝડપી અને લોકપ્રિય રીત છે.
- તમારી નજીકની એટીએમ એ જાવ
- ATM મશીન માં કાર્ડ નાખો
- ભાષા પસંદ કરો
- પૈસા ઉપાડવાના વિકલ્પો પસંદ કરો
- રકમ નાખો
- PIN દાખલ કરો
- હવે કેશ મેળવો
👉એ માટે જરૂરી ડોક્યુમેન્ટ તરીકે ATM કાર્ડ અને PIN નંબર જરૂરી છે.
👉દિવસ માં કેટલા રૂપિયા ઉપાડી શકાય તેની મર્યાદા બેંક પર આધાર રાખે છે,
✅ફાયદા :
- દિવસના 24 કલાક ઉપલબ્ધ રહે છે
- ઝડપી સેવા આપે
- લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી
- ઓટો રસીદ કે બેલેન્સ મળતું રહે
- આપીને કોઈ સાથે શેર કરવો નહીં
☑️3 UPI (યુપીઆઈ)ATM દ્વારા
આ એક એવી પદ્ધતિ છે જ્યાં કાર્ડની જરૂર પડશે નહીં,
✅જરૂરી ડોક્યુમેન્ટ
મોબાઈલ UPI એપ ( Phonepe, Google pay,Paytm વગેરે)
🏧ATM QR કોડ સ્કેન કરવાની સુવિધા
- ATM મશીન પર UPI Withdrawal પસંદ કરો.
- સ્ક્રીન પર આવેલ QR કોડને મોબાઈલથી સ્કેન કરો.
- રકમ નાખો અને પિન નાખો
- કેશ મળી જશે
📝4. ચેક દ્વારા રૂપિયા ઉપાડવી
- ચેક માં તારીખ , રકમ , નામ , સહી , વગેરે લખો ભૂલ વગર
- સહી સરખી હોવી જરૂરી છે
- તમારી ઓળખ કાર્ડ સાથે બેંક એ જાઓ
- ચેક સબમિટ કરો
- કેશ મેળવો
🧑🏭5. અન્ય વ્યક્તિઓ ને અધિકૃત કરીને
જો તમે જાતે રૂપિયા ઉપાડી ન શકો ત્યારે કોઈ બીજી વ્યક્તિ ને અધિકૃત કરી શકો છો.
Withdrawal Slip સાથે Authorised letter આપવો પડે છે.
અધિકૃત વ્યક્તિ ઓળખ સાથે જ પૈસા ઉપાડી શકે છે
✅ફાયદા :
- વૃદ્ધો અને બીમાર વ્યક્તિ માટે સરળતા
- કાયદેસર રીતે અન્ય વિદરોલ
📱🧬6. Digital Wallet દ્વારા બેંક ટ્રાન્સફર અને કેશ આઉટ
જો તમારા રૂપિયા Paytm, phonepe વગેરેમાં હોય તો તમે તેને બેંકમાં ટ્રાન્સફર કરીને ઉપાડી શકો છો,
- એપમાં “Bank Transfer” કરો
- તમારા રૂપિયા બેંકમાં આવી જશે
- હવે એટીએમ કે બેંકની શાખાઈ જઈ કેશ ઉપાડી શકો છો
✅ફાયદા :
- મોબાઈલથી કંટ્રોલ કરી શકાય
- કોઈપણ સમયે ટ્રાન્સફર કરી શકાય
✅📌📌મહત્વની સલાહ
👉તમારો પીન નંબર સુરક્ષિત રાખો કોઈની સાથે શેર ન કરો
✅ઓનલાઇન ફ્રોડ થી બચો અજાણ્યા લિંક્સ કે QR કોડ પર સ્કેન ન કરો
👉મોટા Withdrawal માટે અગાઉ સૂચના આપો ખાસ કરીને એક લાખથી વધુ Withdrawal માટે