👉📝આજે આપણે આ લેખમાં પોસ્ટ ઓફિસ વિશે માહિતી મેળવીશું. પોસ્ટ ઓફિસની લોકપ્રિય યોજનાઓ વિશે વિસ્તારથી સમજણ મેળવીએ ..2025 માટે રોકાણના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે કઇ યોજના પરફેક્ટ છે. ભારતીય પોસ્ટ ઓફિસ માત્ર વહન કરતું માધ્યમ નથી. તે ભારતના દરેક નાગરિક માટે વિશ્વસનીય અને સલામત નાણાકીય વ્યવસ્થાપન પણ પૂરું પાડે છે. પોસ્ટ ઓફિસ વિવિધ બચત અને રોકાણ યોજનાઓ ચલાવે છે .જેનાથી નાના બચતકારો પણ લાંબા ગાળે મોટી રકમ એકઠી કરી શકે છે. તો આજે આપણે 2025 ની ટોચની પોસ્ટ ઓફિસ યોજનાઓ વિશે માહિતી મેળવીએ.

Table of Contents
🏠🪙1.પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (post office savings account)
- બેન્ક જેમ જ સામાન્ય બચત ખાતું
- વ્યાજદર : 4% પ્રતિ વર્ષ
- ન્યૂનતમ બેલેન્સ : ₹ 500
- ATM કાર્ડ સુવિધા ઉપલબ્ધ
❇️2. ટાઈમ ડિપોઝિટ TD ( Time Deposit )
- કોઈ નિશ્ચિત સમયગાળા માટેનું રોકાણ કરવું
- અવધિ 1,2,3, અને 5 વર્ષે
- વ્યાજદર : 6.9% સુધી
- 5 વર્ષ ના TD પર Section 80c હેઠળ ટેક્સ લાભ
✅3. રેકરિંગ ડિપોઝિટ ( Recurring Deposit – RD)
- દર મહિને નાની નાની રકમ જમા કરીને મોટા રિટર્ન મળે
- અવધિ :5 વર્ષ ની
- વ્યાજદર : 6.7% (2025 મુજબ)
- જોઈન્ટ ખાતું અને નોમી ની સુવિધા ઉપલબ્ધ
👳4. વૃદ્ધ નાગરિક બચત યોજના ( Senior Citizen Savings Scheme – SCSS)

- વ્યક્તિની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ.(સરકારી નિવૃત્ત માટે 55 વર્ષ થી)
- રકમ મર્યાદા : ₹30 લાખ સુધી
- વ્યાજદર : 8.2%(2025 મુજબ)
- અવધિ : 5 વર્ષ
- Section 80c હેઠળ ટેક્સ લાભ
💰5. મંથલી ઇન્કમ સ્કીમ(MIS)
- દર મહિને સ્થિર આવક
- રોકાણ મર્યાદા : ₹9 લાખ એકલ ખાતું / ₹15 લાખ જોઇન્ટ ખાતું
- વ્યાજદર : 7.4% દર મહિને મળતુ
🧕👳6. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
- 15 વર્ષ માટે લાંબા ગાળાનું રોકાણ
- વ્યાજદર : 7.1% ટેક્સ ફ્રી
- વર્ષ દીઠ રોકાણ મર્યાદા ₹1.5 લાખ
- સંપૂર્ણ ટેક્સ ફ્રી અને સુરક્ષિત યોજના
🧕7. સુકન્યા સમૃદ્ધિ યોજના ( Sukanya Samriddhi YOJNA)

- માત્ર દીકરી માટે ઉંમર 0 થી 10 વર્ષ સુધી
- માતા /પિતા કે કાનૂની વારસદાર ખાતું
- વ્યાજદર :8.0% ટેક્સ ફ્રી
- વર્ષ દીઠ રોકાણ મર્યાદા : ₹1.5 લાખ
- 21 વર્ષ ની ઉંમરે રકમ પૂરી રીતે પાછી મળે છે
👳8. કિસાન વિકાસ પત્ર (KVP)

- ડબલ પૈસાની યોજના
- મુદ્દત પૂરી થતાં મૂડી બે ગણી થાય છે પરિપક બધા સમયગાળો આશરે 115 મહિના ( 2025 મુજબ)
- કોઈપણ રકમથી શરૂ કરી શકાય
- Section 80c હેઠળ ટેક્સ લાભ મળતા નથી.
⏭️9. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)
- 5 વર્ષ ની યોજના
- વ્યાજદર આશરે 7.7%
- Section 80c હેઠળ ટેક્સ બચત
- જોઈન્ટ ખાતું અને નમીની સુવિધા ઉપલબ્ધ
🏠🧑🏭🧑🚒કઈ યોજના કોના માટે ઉપયોગી છે?

યોજનાઓ | કોના માટે ઉપયોગી |
RD/TD | નિયમિત બચત કરનારા માટે |
SCSS | વડીલો માટે સ્થિર આવક |
MIS | દર મહિને આવક ઇચ્છનારા માટે |
PPF | લાંબા ગાળાનું રોકાણ કરનારા માટે |
sukanya Yojana | દીકરીના ભવિષ્ય માટે |
NSC/KVP | નક્કી વ્યાજ વાળી અને સુરક્ષિત પસંદગી માટે |
ખાતું કેવી રીતે ખોલાવવું
- તમારા નજીકની પોસ્ટ ઓફિસ પર જાઓ
- ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ જોડવા
- ન્યુનત્તમ રકમ જમા કરો
- પાસબુક મેળવો
ખાસ નોંધ : તમારી પાસે આધારકાર્ડ અને પાનકાર્ડ હોવું જરૂરી છે.