You are currently viewing આધાર કાર્ડ માં નામ ઉમેરવા કે સુધારો કરવા જરૂરી ડોક્યુમેન્ટ

આધાર કાર્ડ માં નામ ઉમેરવા કે સુધારો કરવા જરૂરી ડોક્યુમેન્ટ

આધાર કાર્ડ માં નામ ઉમેરવા કે સુધારો માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો જ્યારે આધાર કાર્ડ કઢાવીએ છીએ ત્યારે કોઈ કારણસર નામ માં ભૂલ આવી જાય છે. જ્યારે આધારકાર્ડમાં કુલ ભરેલા નામમાં સુધારો કરવા જઈએ ત્યારે નીચે આપેલા લિસ્ટ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેશે. જે પણ નીચે ડોક્યુમેન્ટ નું લિસ્ટ આપ્યું છે એમાંથી કોઈપણ એક અસલ ઓરીજનલ ડોક્યુમેન્ટ તમારે જોડે રાખવાનું રહેશે.

આધાર કાર્ડ માં નામ ઉમેરવા કે નામમાં કોઈ સુધારો કરવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત પડે?

આધાર કાર્ડ માં નામ ઉમેરવા કે સુધારો કરવા માટે કોઈપણ નજીકના આધાર સેવા કેન્દ્ર એ જવાનો રહેશે. આધાર કાર્ડ માં નામ કે નામમાં સુધારો ઓનલાઇન કરી શકાતો નથી તેની માટે ઓફલાઈન આધાર સેવા કેન્દ્ર એ જઈને તેમાં સુધારો કરાવી શકો છો.

આધાર કાર્ડ માં સુધારો કરવા માટે પણ લિમિટ છે જેમ કે તમારે જો આધાર કાર્ડ માં નામ સુધારવું હોય તો તમે જીવનમાં બે વખત નામ સુધારી શકો છો. આધારકાર્ડમાં જેન્ડરમાં કંઈ ભૂલ હોય તો જીવનમાં એક વખત જેન્ડર તમે સુધારી શકો છો. અને જો આધાર કાર્ડ માં બર્થ ડેટ ખોટી હોય તો જીવનમાં એક વખત તમે બર્થ ડે સુધારી શકો છો એક વખત બર્થ ડેટ માં સુધારો થઈ જાય પછી જીવનમાં ક્યારે પણ તમે આધાર કાર્ડમાં બર્થ ડેટ સુધારી શકતા નથી.

આધાર કાર્ડમાં જો એડ્રેસ સુધારવું હોય તો તમે બેથી વધારે વખત તમે ડ્રેસમાં સુધારો કરાવી શકો છો પરંતુ તમારે યોગ્ય પુરાવા આપીને તમે સુધારો કરાવી શકશો.

હવે જોઈએ જો તમારે આધાર કાર્ડ માં કોઈ નામ ઉમેરવું હોય અથવા તો કોઈ નામમાં સુધારો કરાવો હોય તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે એ ડોક્યુમેન્ટ લિસ્ટ નીચે આપેલું છે. નીચે આપેલા ડોક્યુમેન્ટ ના લિસ્ટમાં તમારે ઓરિજનલ જોડે રાખવાના છે અને ઝેરોક્ષ સ્વપ્રમાણિત કરીને આધાર કાર્ડ સુધારા માટે આપો ત્યારે એની સાથે જોડવાનું રહેશે. જ્યારે પણ મામલતદાર ઓફિસે તમારી જોડે ઓરીજનલ ડોક્યુમેન્ટ માંગે ત્યારે તમારે બતાવવાનું રહેશે જેથી નીચે આપેલા બધા ઓરીજનલ ડોક્યુમેન્ટ જોડે રાખવાના રહેશે.

આધાર કાર્ડ માં સુધારો કરાવવા જરૂરી ડોક્યુમેન્ટ.

1) પાસપોર્ટ
2) ચૂંટણી કાર્ડ
3) ડ્રાઇવિંગ લાઇસન્સ
4) પાનકાર્ડ
5) NREGA જોબ કાર્ડ
6) શૈક્ષણિક સંસ્થા દ્વારા અપાયેલ ફોટા વાળું ઓળખ પત્ર (બોનોફાઈટ)
7) લગ્નનું પ્રમાણપત્ર (ફોટા વાળું)
8) હથિયારી લાઇસન્સ (ફોટા વાળું)
9) ફોટાવાળુ સરકારી ઓળખ પત્ર
10) ફોટાવાળું પેન્શનર કાર્ડ
11) ગેજેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવેલ ફોટાવાળો દાખલો
12) કિસાન પાસબુક (ફોટા વાળી)

👉 ઉપર પૈકી કોઈ પણ એક ઓરીજનલ ડોક્યુમેન્ટ રજૂ કરવું ફરજિયાત છે…….