👉📝આ લેખમાં આપણે જાણીશું કે જો તમારું જન્મ પ્રમાણપત્ર ખોવાઈ ગયું હોય તો ફરી કેવી રીતે કઢાવવું? જન્મ પ્રમાણપત્ર ની જરૂર ક્યાં પડે છે ? ફરી કઢાવવા માટે શું કરવું પડે છે ..તેના માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે..તમારું જન્મ પ્રમાણપત્ર ખોવાઈ જાય તો હવે ચિંતા કરવા ની જરૂર નથી. હવે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા Eolakh portal અને સ્થાનિક કચેરીઓ મારફતે તમે નવી નકલ સરળતાથી મેળવી શકો છો.જન્મ પ્રમાણપત્ર એ દરેક નાગરિક માટે જીવન ભર ઉપયોગી એક દસ્તાવેજ છે, તે સ્કૂલના એડમિશન માટે ,આધાર કાર્ડ, પેન્શન અને સરકારની વિવિધ યોજનાઓ માટે તેનો ઉપયોગ થાય છે ,જો જન્મનો દાખલો ખોવાઈ જાય તો તે ફરીથી સરળતાથી કાઢી શકો છો ,એ પણ ઓનલાઇન અથવા ઓફલાઈન બંને રીતે કાઢી શકાય છે, તે કેવી રીતે કાઢવું તે આજે આપણે જાણીશું.

Table of Contents
❇️જન્મ પ્રમાણપત્રનો( Birth certificate)ઉપયોગ ક્યાં થાય છે?
- સ્કૂલ અથવા કોલેજના એડમિશન માટે
- પાસપોર્ટ માટે આધાર પુરાવા તરીકે
- ઉંમરની ખાતરી માટે એજ પ્રુફ તરીકે
- સરકારી યોજનાઓમાં અરજી કરતી વખતે
- વારસાગત હક મેળવવા માટે
⏭️જન્મ પ્રમાણપત્ર ફરીવાર કઢાવવા માટેની પદ્ધતિ

✅જન્મ પ્રમાણપત્ર ફરીવાર કઢાવવા માટે બે પદ્ધતિઓ અપનાવી શકો છો.
- ઓનલાઇન પદ્ધતિ
- ઓફલાઈન પદ્ધતિ
👉1.ઓનલાઈન પદ્ધતિ : Eolakh portal દ્વારા
🛑ગુજરાત સરકાર માટે
વેબસાઈટ👉 https://eolakh.gujarat.gov.in/
- Eolakh portal ખોલો
- “Download Certificate ” અથવા ” Birth Certificate” વિક્લ્પ પસંદ કરો. Nu hu
- તમારો જિલ્લો , તાલુકો , જન્મ તારીખ , નામ વગેરે જેવી જોઈતી માહિતી ભરો.
- Captcha નાખો અને search કરો.
- જો તમારી બધી જ વિગતો સાચી હશે તો તમારું જન્મ પ્રમાણપત્ર ની પીડીએફ રૂપે દેખાશ
- તે તમે ડાઉનલોડ અથવા તો પ્રિન્ટ કરી શકો છો
🛑નોંધ : બાળકનું નામ દાખલ કરેલું હોવું જોઈએ ,જો નામ ન હોય તો સંબંધિત નગરપાલિકા અથવા ગ્રામ પંચાયતમાં સંપર્ક કરો
❇️2. ઑફલાઇન પદ્ધતિ
👉તમારા નજીક ની સ્થાનિક નગરપાલિકા / ગ્રામપંચાયત કચેરીમાં જાઓ.
👉સાથે લઈ જવા ના ડોક્યુમેન્ટ:
- માતા સ્વ પિતાનું આધાર કાર્ડ
- બાળકનું નામ જન્મ તારીખ અને જન્મસ્થળ
- ધર્મના દવાખાનાની નોંધ જો હોય તો
- ગુમ થયેલા પ્રમાણપત્રની લેખિત અરજી
🛑જો જન્મ નોંધાયેલો ન હોય તો શું કરવું ?

- જન્મ પછી એક વર્ષની અંદર નોંધાવો તો સરળ છે
- એક વર્ષ પછી નોંધાવવું હોય તો કોર્ટનો એફિડેવિટ અને CDPO / આંગણવાડીના પુરાવા સાથે અરજી કરવી પડે છે.
- નવા દાખલા માટે નવી અરજી અને જમીનથી દવાખાના ના પુરાવા જરૂરી છે
⚠️ખાસ નોંધ ⚠️ :
જન્મ દાખલા માં નામ હોય તો જ પીડીએફ ડાઉનલોડ થાય છે
જુઓ પ્રમાણપત્રમાં ભૂલ હોય જેમ કે નામ જન્મતારી તો સુધારાની અરજી પણ કરી શકાય છે
વધુ નકલ જોઈએ તો તેનો નક્કી થી સાથે ઓનલાઈન અથવા કચેરીમાં અરજી કરી શકો છો