આજના લેખમાં જાણીશું કે તમે આધાર કાર્ડ કઢાવતી વખતે જે ડોક્યુમેન્ટ આપવાના હોય છે એ ડોક્યુમેન્ટમાં સરનામાના ડોક્યુમેન્ટ તરીકે કયા ડોક્યુમેન્ટ આપી શકો તેનું સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે. ઓનલાઇન કે ઓફલાઈન આધાર કાર્ડ કઢાવતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ અહીંયા આપવામાં આવેલું છે. અહીંયા જે પણ ડોક્યુમેન્ટ નું લિસ્ટ આપવામાં આવ્યું છે તે સરનામાના ડોક્યુમેન્ટ તરીકે તમે આપી શકો છો. જેમાં બધા ડોક્યુમેન્ટ આપવાની જરૂરિયાત નથી નીચે આપેલા ડોક્યુમેન્ટ માંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ સરનામાના ડોક્યુમેન્ટ તરીકે આપી શકો છો. એક પણ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાનું નથી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ આપવાની છે ઓરીજનલ ડોક્યુમેન્ટ તમારી સાથે રાખવાનું છે જરૂર પડી એ તમારે તે દેખાડવાનું રહેશે.
હવે જોઈએ કે સરનામાના ડોક્યુમેન્ટ તરીકે તમે કયા ડોક્યુમેન્ટ આપી શકો છો. અહીંયા નીચે જે પણ છે એના મને ડોક્યુમેન્ટ નું લિસ્ટ આપેલું છે તે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે જેથી તેમાંથી તમે કોઈ પણ ડોક્યુમેન્ટ સરનામાના ડોક્યુમેન્ટ તરીકે તમે આપી શકો છો અને તમારું આધાર કાર્ડ કઢાવી શકો છો.
અહીંયા ટોટલ 23 ડોક્યુમેન્ટ આપેલા છે જે તમે આધાર કાર્ડ કઢાવતી વખતે સરનામાના ડોક્યુમેન્ટ તરીકે આપી શકો છો.
આધાર કાર્ડ માટે રજૂ કરવા માટે સરનામાના ડોક્યુમેન્ટ નું લિસ્ટ
🌸.પાસપોર્ટ
🌸.બેન્ક સ્ટેટમેન્ટ/પાસબુક
🌸.પોસ્ટ ઓફિસ ખાતા સ્ટેટમેન્ટ/પાસબુક
🌸.રેશનકાર્ડ
🌸.ચૂંટણીકાર્ડ
🌸.ડ્રાઇવિંગ લાયસન્સ
🌸.ફોટા વાળું સરકારી ઓળખ પત્ર
🌸.વીજ બિલ ( 3 માસ થી જૂનું નહિ)
🌸.ટેલીફોન બિલ(3 માસ થી જૂનું નહિ )
🌸.મિલકત વેરા ની રસીદ (3 માસ થી જૂનું નહિ)
🌸.ક્રેડિટ કાર્ડ નું સ્ટેટમેન્ટ ( 3 માસ થી જૂનું નહિ)
🌸.વિમાની પોલિસી
🌸.બેન્ક ના લેટર હેડ કે રજીસ્ટર્ડ કંપની ના લેટરહેડ પર લખાયેલો ફોટોવાળો તથા યોગ્ય અધિકારીઓ ની સહી વાળો પત્ર આવકવેરા આકારણીનો હુકમ
🌸.વાહન નોંધણી પ્રમાણપત્ર
🌸.રજીસ્ટર કરવામાં આવેલ વેચાણ/લીઝ કે ભાડા કરાર
🌸.ટપાલ વિભાગ દ્વારા આપવામાં આવેલ નામ તથા ફોટોવાળું સરનામા વાળુ કાર્ડ
🌸.જ્ઞાતિ તથા નિવાસ નું રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ ફોટોવાળું પ્રમાણપત્ર
🌸.ગ્રામપંચાયત ના વડા કે તેમના સમકક્ષ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલ સરનામું પ્રમાણપત્ર
🌸.રાજ્ય પાત્રિત અધિકારી , સંસદ સભ્યો કે ધારા સભ્ય દ્વારા તેમના લેટરહેડ પર આપવામાં આવેલ સરનામું પ્રમાણપત્ર
🌸.સ્વાતંત્ર્યસૈનિકનું કાર્ડ
🌸.હથિયારનો પુરાવો
🌸.NREGA જોબ કાર્ડ
🌸.માન્ય શૈક્ષણીક સંસ્થા નો લેટરહેડ પર ફોટોવાળો સહી કરેલ પત્ર
અહીંયા જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે તે તમે આધાર કાર્ડ કઢાવતી વખતે સરનામાના ડોક્યુમેન્ટની જગ્યાએ આપવાના રહેશે.