👉📝આ લેખમાં આપણે બેન્ક ઓફ બરોડામાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ કેવી રીતે ખોલવું ? તેમાં કઈ કઈ ડોક્યુમેન્ટની જરૂર પડે છે? કેવી રીતે તેની અરજી કરવાની હોય છે’? જીરો બેલેન્સ એકાઉન્ટ ના ફાયદા શું હોય છે ?તેમાં કઈ બાબતનું ધ્યાન રાખવું પડે છે ? ભારતની આગવી જાહેર ક્ષેત્રની બેન્ક એટલે બેંક ઓફ બરોડા છે.જે સામાન્ય લોકો માટે વિવિધ પ્રકારની બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે .જો તમે એવા વ્યક્તિ છો, જેમને હજી સુધી ખાતું નથી ખોલાવ્યું અને તમને ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવવાની તકલીફ પડે છે , તો તમે બેંક ઓફ બરોડાનો જીરો બેલેન્સ એકાઉન્ટ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની જાય છે .bank of baroda નું ઝીરો બેલેન્સ એકાઉન્ટ સામાન્ય લોકો માટે બેન્કિંગની શરૂઆત કરવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે .ઓછી આવક ધરાવતા લોકો માટે સરળતા અને સલામતી સાથે સવલત ભર્યું બેન્કિંગ મેળવવા માટે bank of baroda માં Zero Balance Account kholi શકો છો. તો આપણે તે વિષે વિગતવાર માહિતી મેળવીએ.
Table of Contents
❇️Zero Balance Account એટલે શું ?
👉Zero Balance Account એટલે કે એવું ખાતું જેમાં ખાતેદાર કોઈ મિનિમમ બેલેન્સ જાણવાની જરૂર પડતી નથી, તમે ખાતું ખોલી શકો છો ,અને ભવિષ્યમાં બેલેન્સ ન હોવાથી કોઈપણ પ્રકારની પેનલ્ટી લાગતી નથી.
- BSBDA ( Basic Savings Bank Deposit Account)
- PMJDY ( Pradhan mantri Jan Dhan yojna Account)
🗂️Zero Balance Account ખોલવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ
- ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ , પાનકાર્ડ , રેશનકાર્ડ , ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે
- સરનામાના પુરાવા તરીકે આધારકાર્ડ , વીજળી બિલ , રેશનકાર્ડ,ભાડા કરાર પત્રક વગેરે
- બે પાસપોર્ટ સાઈઝ ફોટો
- મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી
❇️ઝીરો બેલેન્સ ખાતાના પ્રકાર
ખાતાના પ્રકાર | વિગતો |
BSBDA ( Basic Savings Bank Deposit Account) | બધા જ નાગરિકો માટે મિનિમમ બેલેન્સ જાળવવું પડે નહીં |
PMJDY ( Pradhan mantri Jan Dhan yojna Account) | ન્યૂનતમ આવક ધરાવતા લોકો માટે , સરકારી સહાય અને લાભ મેળવવા માટે |
BOB digital savings account | ઓનલાઇન અને ઝડપી ખાતું ખોલવાની વ્યવસ્થા જીરો બેલેન્સ વિકલ્પ થી ઉપલબ્ધ |
⏭️Zero Balance ખાતું ખોલવાની પ્રોસેસ
👉ઝીરો બેલેન્સ ખાતુ બેંક ઓફ બરોડામાં બે રીતે ખોલાવી શકાય છે
- ઓનલાઇન રીતે
- ઑફલાઇન રીતે
❇️1 ઓનલાઈન અરજી❇️
- Bank of Baroda નીઅધિકૃત વેબસાઈટ પર જાઓ :https://www.bankofbaroda.in/
- Open Savings Account વિકલ્પ પસંદ કરો.
- ઉપલબ્ધ એકાઉન્ટ વિકલ્પોમાંથી BSBDA અથવા JAN DHAN ACCOUNT પસંદ કરો.
- તમારું આધાર કાર્ડ અને પાનકાર્ડ વડે એ કહેવાય સી કરો
- આપેલું ઓનલાઈન ફોર્મ ભરો
- આ ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી એટલે કે સરનામું નોકરી સંબંધીત વિગતો બધું જ ભરો
- સબમીટ કરો
- બેંક તરફથી તમને ખાતું શરૂ થયાનીSMS કે E- mail દ્વારા માહિતી આપવામાં આવશે.
- હવે બેંકે જઈ તમારી પાસબુક ડેબિટ કાર્ડ
❇️2. ઑફલાઇન અરજી❇️
- તમારી નજીકની Bank of Baroda ની શાખા એ જાઓ.
- ત્યાં BSBDA કે જન ધન યોજના હેઠળ ખાતું ખોલવાનું ફોર્મ માંગો,
- જરૂરી ડોક્યુમેન્ટ જોડી ફોર્મ ભરો
- બેંક દ્વારા તમારા બધા જ દસ્તાવેજોની ચકાસણી થશે
- બેંક અધિકારી દ્વારા વેરિફાય થયા પછી તમારું ખાતું ખુલી જશે
- ખાતું ખુલ્યા પછી તમને પાસબુક એ ડેબિટ કાર્ડ આપવામાં આવશે
✅Zero Balance ખાતું ખોલવા ના ફાયદા
- કોઈપણ પ્રકારનું મિનિમમ બેલેન્સ જાળવવું નહીં પડે
- ફ્રી Rupay ATM કાર્ડ
- Government Subsidiy/ DBT ડાયરેક્ટ ખાતા માં જમા થાય છે
- ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ સુવિધા
- અરજી પ્રમાણે ચેક બુક મળે
- હાલ ના દર મુજબ interest પણ આપવા માં આવે છે
🛑Zero Balance Account ખોલવા ની મર્યાદા
✅આ મર્યાદાઓ BSBDA અને JAN DHAN ACCOUNT બંને માટે લાગુ પડે છે
- મહત્તમ 4 ટ્રાન્જેક્શન પ્રતિ મહિનો (નકદ ઉપાડ સહિત)
- મહત્તમ જમા રકમ સામાન્ય રીતે રૂપિયા 50,000 સુધી
- કુલ બેલેન્સ મર્યાદા ₹1,00,000 થી વધુ નહીં (PMJDY માટે)
- BSBDA માટે ચેકબુક બંધારણ મુજબ મળે છે,
📌📌જો તમે વધારે ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારું ખાતું રેગ્યુલર સેવિંગ એકાઉન્ટમાં કન્વર્ટ થઈ શકે છે
⚠️ખાસ નોંધ :⚠️
- BSBDA ખાતામાં માસિક મફત ટ્રાન્જેક્શન ની મર્યાદા હોય છે
- જો તમારી પાસે પહેલેથી જ કોઈ બીજું બચત ખાતું હોય છે તો BSBDA ખાતુ ખોલી શકતા નથી
- જો ખાતામાં નિયમિત મોટી રકમ આવે તો ખાતું ઝીરો બેલેન્સ માંથી રેગ્યુલર સેવિંગ એકાઉન્ટમાં પરિવર્તિત થઈ જાય છે
- ખાતાની વિગતો SMS કે EMAIL દ્વારા અપાતી હોય છે ખાતું ખોલતી વખતે તમારો મોબાઈલ નંબર જરૂરથી જોડવો
- જો તમે વિડીયો કેવાયસી ન કરી શકો તો બેંકની શાખા એ જઈને જ ખાતું ખોલાવવું પડશે