👉📝આજે આપણે આ લેખમાં લાઇટ બિલ માં નામ કેવી રીતે બદલાવવું ..નામ બદલાવવા ની જરૂર શા માટે પડે છે? લાઇટ બિલ માં નામ બદલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ… કેવી રીતે નામ બદલાવી શકાય છે.. ઘણી વખત ઘર ખરીદ્યા પછી , વારસામાં મળ્યા પછી અથવા પરિવારના સભ્યોના અવસાન બાદ લાઇટ બિલ માં જૂના માલિકનું નામ ચાલુ રહે છે. આવી સ્થિતિમાં વીજળીના બીલમાં સાચા માલિકનું નામ અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે. લાઈટ બિલ માં નામ બદલાવવું તે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે .મિલકત ખરીદ્યા બાદ અથવા વારસાગત મિલકત મળ્યા બાદ વીજળી નું બિલ નવા માલિક ના નામે કરવાથી ભવિષ્યમાં કાનૂની અને વહીવટી મજબૂરી હોય તે બચાવી શકાય છે. અરજી કરતા પહેલાં ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અને વીજ વિતરણ કંપનીના નિયમો મુજબ પ્રક્રિયા કરીએ તો સરળતાથી વિજળી બિલ માં નામ બદલાવી શકાય છે.આજે આપણે આ લેખમાં તે પ્રક્રિયા કેવી રીતે કરવી એ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
Table of Contents
👉✅લાઈટ બિલ માં નામ બદલાવાની જરૂર કેમ પડે ?
ઘણી બધી પરિસ્થિતિ ના લીધે લાઈટ બિલ માં નામ બદલાવવામાં આવે છે.
- ઘર ખરીદ્યા બાદ નવા માલિકના નામે બીલ કરાવવા
- વારસાગત મિલકત મળ્યા બાદ
- પરિવારના સભ્યોના અવસાન બાદ
- નામ મા સ્પેલિંગ ન ભૂલ સુધારવા
- લગ્ન પછી નામ બદલાયું હોય ત્યારે
- કોર્ટના આદેશથી નામ બદલાયું હોય ત્યારે
📂લાઈટ બિલ માં નામ બદલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- અરજી ફોર્મ
- આધારકાર્ડ
- PAN કાર્ડ
- મિલકત નો માલિક પુરાવો
- વેચાણ દસ્તાવેજ
- ઇન્ડેક્સ -2
- મિલકત ટેક્સ ની રસીદ
- છેલ્લા વિજળી બિલ
- NOC(જરૂર હોય તો)
- મૃત્યુ પ્રમાણપત્ર ( વારસાગત કેસ માં)
- વારસાઇ દાખલો અથવા કાનૂની વારસદાર નો પુરાવો
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
નોંધ : અલગ અલગ વીજ કંપની મુજબ ડોક્યુમેન્ટ માં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.
✅ગુજરાતમા કઈ વીજ કંપનીઓમાં નામ બદલાવી શકાય?
- UGVCL
- MGVCL
- PGVCL
- DGVCL
- Torrent power
👉 તમારા વિસ્તાર ની વીજ કંપનીઓમાં અરજી કરવાની રહેશે.
❇️લાઈટ બિલમાં બદલવાની ઓફલાઈન પ્રક્રિયા
1). તમારા નજીકની વીજ કંપનીની ઓફિસ એ જાઓ.
2). નામ બદલાવાનું અરજી ફોર્મ મેળવો.
3). ફોર્મમાં નીચેની માહિતી ભરો.
- ગ્રાહક નંબર
- જુના માલિક નું નામ
- નવા માલિકનું નામ
- સરનામું
- મોબાઈલ નંબર
- નામ બદલાવાનું કારણ
4). જરૂરી ડોક્યુમેન્ટ જોડો.
5). જો લાગુ પડતી હોય તો નિર્ધારિત ફી ભરો.
6). રસીદ મેળવો.
✅📱ઓનલાઇન નામ બદલાવવા ની પ્રક્રિયા
ઘણી વીજ કંપનીઓ ઓનલાઈન અરજીની સુવિધાઓ પણ આપે છે,
- સંબંધીત વીજ કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જાવ.
- ગ્રાહક લોગીન કરો અથવા નોંધણી કરો.
- “Name change” અથવા” change of consumer Name “વિકલ્પ પસંદ કરો.
- અરજી ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી સબમીટ કરો.
- અરજી નંબર સાચો ને રાખો.
- અરજીની સ્થિતિ ઓનલાઇન ચેક કરતા રહો.
🛑📌નામ બદલાવાની અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
- તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ અને સાચા હોવા જોઈએ
- આધાર કાર્ડ અને મિલકતના ડોક્યુમેન્ટમાં નામ સરખું હોવું જોઈએ
- કોઈ બિલ બાકી ન હોવું જોઈએ
- અરજી નંબર સાચવી રાખો ખૂબ જરૂરી છે
- ખોટી માહિતી આપવી નહીં