જો તમે એસબીઆઇ બેન્કમાં ઓનલાઇન ખાતુ ખોલાવવાનું વિચારી રહ્યા હોય તો તમારે આ વાંચવું જરૂરી છે. અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો બેંકમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે ખાતું ખોલાવી શકાય છે. જ્યારે કોઈપણ બેંકમાં ઓફલાઈન ખાતું ખોલાવવા જઈએ ત્યારે અમુક ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે છે એવી જ રીતે ઓનલાઇન ખાતુ ખોલાવતી વખતે પણ અમુક ડોક્યુમેન્ટ જરૂરી છે જેની મદદથી તમે બેંકમાં એકાઉન્ટ ખોલાવી શકો છો.
અત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઓનલાઇન ખાતુ ખોલાવીને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઓનલાઇન ખાતુ ખોલાવતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે એનું લિસ્ટ નીચે આપેલું છે. જોઈએ તો બધી જ બેંકમાં ઓનલાઇન કે ઓફલાઈન ખાતું ખોલાવતી વખતે સરખા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઓનલાઇન ખાતુ ખોલાવતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે છે સ્ટેપ બાય સ્ટેપ તમે વાંચી શકો છો.
1) પાનકાર્ડ.
2) આધારકાર્ડ.
3) તમારા આધાર કાર્ડ જોડે લિંક થયેલો મોબાઈલ નંબર. કારણ કે આધાર કાર્ડ સાથે લીંક થયેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે.
4) મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ,કેમેરો અને માઇક્રોફોન ચાલુ હોવો જોઈએ.
5) જે મોબાઈલ ફોનમાં ફોર્મ ભરો છો એ મોબાઇલ ફોનમાં લોકેશન ચાલુ હોવું જોઈએ.
6) તમારી ઉમર 18 કે 18 વર્ષ થી વધારે હોવી જોઇએ.
7) તમારું State Bank of India માં એકાઉન્ટ હોવું જોઈએ નહીં.
8) તમારા મોબાઇલ ફોનમાં સારું નેટવર્ક આવતું હોવું જોઈએ.
9) ઓનલાઇન ખાતુ ખોલાવતી વખતે તમે ભારતમાં હોવા જોઈએ.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં ઓનલાઇન ખાતુ ખોલાવવા માટે ઉપરના ડોક્યુમેન્ટ અને નિયમો ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે આ ડોક્યુમેન્ટ અને નિયમોને ધ્યાનમાં રાખીને તમે આરામથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવી શકો છો તમારે state bank of india ની બ્રાન્ચમાં જવાની જરૂરિયાત નથી ઘરે બેઠા મોબાઈલ ફોનથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઓનલાઇન ખાતુ ખોલાવતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે વિસ્તારથી જાણવા માટે વિડીયો જોવો વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો.