👉📝આ લેખમાં આપણે જાણીએ કે પૈસા ક્યાં જમા કરાવવા જોઈએ જેથી વ્યાજદર અને સારી સુવિધાઓ મળી રહે ..આ લેખ માં આપણે SBI બેંક વિશે અને પોસ્ટ ઓફિસ બંને ની સેવાઓ, વ્યાજદર. , સુરક્ષા , સુવિધાઓ વિશે માહિતી મેળવીશું.ઘણા લોકોને એવા પ્રશ્નો હોય છે કે અમે બચત કરેલા પૈસા ક્યાં જમા કરાવવા તો આવા લોકો માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

Table of Contents
🏦✅SBI બેંક
👉SBI ( State bank of india) એ દેશ ની સૌથી મોટી સરકારી બેન્ક છે. જે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે બેંકીંગ સુવિધાઓ આપે છે.

🏦✅SBI બેન્ક ના ફાયદા
- ATM / ડેબિટ કાર્ડ મળે છે.
- મોબાઇલ બેંકીંગ અને નેટ બેન્કિંગ ઉપલબ્ધ
- સંપૂર્ણ ઓનલાઇન ટ્રાન્જેક્શન ન સગવડતા મળી રહે
- લોન,EMI, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ ફાઇનાન્સિયલ સેવાઓ ઉપલબ્ધ
- માર્કેટ લીક સ્કીમ જેવી જગ્યાએ રોકાણ કરવાની છૂટ
🏦✅SBI બેંક મા હાનિ
- ટૂંકી અવધિ માં ઓછું વ્યાજ જેમ કે બચત ખાતું =2.7%
- કેટલાક ખાતાઓમાં નિયમિત ઘાટું જાળવવું પડે છે
- કેટલીક સર્વિસ માટે ચાર્જ વસુલાતો હોય છે.
🏠☑️પોસ્ટ ઓફિસ માં ખાતું
👉ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવતી બચત યોજના સરકાર દ્વારા સુરક્ષિત હોય છે ગામડાથી શહેર સુધી બધે જ આ સેવા ઉપલબ્ધ છે.

🏠પોસ્ટ ઓફિસ ખાતા ફાયદા
- સરકાર ની યોજના હોવાથી 100% સુરક્ષિત છે
- બચત ખાતા પર વ્યાજ SBI કરતાં વધારે હોય છે (4%)
- કોઈ રીઝલ્ટ ચાર્જ નથી અને મિનિમમ બેલેન્સ ખૂબ ઓછું ₹500 થી ખાતુ ખોલાવી શકાય છે.
- મહિલા માટે ની સ્કીમ, PPF,RD, Senior Citizen માટે ની સ્કીમ વગેરે જેવી અનેક યોજનાઓ
- સરળ કાગળ પ્રક્રિયા
🏠પોસ્ટ ઓફિસ ખાતા માં હાનિ
- મોબાઈલ અને નેટબેન્કિંગ ની સગવડ મર્યાદિત હોય છે
- બધી જ જગ્યા પર ATM સુવિધા ઉપલબ્ધ નથી હોતી
- રોજબરોજના ટ્રાન્જેક્શનમાં ધીમું વ્યવસ્થાપન હોય છે.
🏦🏠તફાવત : SBI બેંક VS પોસ્ટ ઓફિસ
મુદ્દો | SBI બેંક | પોસ્ટ ઓફિસ |
ખાતા પ્રકાર | બચત, કરંટ, NRI,PPF વગેરે | બચત,RD,PPF,MIS વગેરે |
વ્યાજદર | ~2.7% | ~4% |
ઓનલાઇન સુવિધા | ખૂબ સારી | મર્યાદિત અમુક મોટા શહેરોમાં ઉપલબ્ધ |
ATM સુવિધા | દરેક જગ્યાએ ઉપલબ્ધ | મર્યાદિત જગ્યાએ ઉપલબ્ધ |
સરકારી સુરક્ષા | હા છે | 100% સરકારી સુરક્ષા |
ટોકન ચાર્જ | અમુક સર્વિસ માટે | બહુ ઓછી કે નહીવત |
લોનની સુવિધા | આ ઉપલબ્ધ છે | મર્યાદિત અથવા નહિવત |
શહેર કે ગામમાં સુવિધા | દરેક શહેરોમાં | ગામડા સુધી ઉપલબ્ધ |
🏦🏠કોના માટે કયુ પસંદ કરવું?
તમે | પસંદ કરવું |
જો તમે રોજબરોજની ઓનલાઈન વ્યવહાર કરો છો | SBI બેંક |
ગામડામાં રહેતા હોય અને સરળ બચત ઇચ્છતા હોય | પોસ્ટ ઓફિસ |
વધારે સુરક્ષા અને ખાતર દર જોઈતા હોય | પોસ્ટ ઓફિસ |
લોન, ઇન્સ્યોરન્સ , વગેરે માટે | SBI બેંક |
net Banking અને Mobile Banking સુવિધા | SBI બેંક |
મર્યાદિત આવક સાથે મથામણ વિના બચત ઈચ્છતા હોય | પોસ્ટ ઓફિસ |