You are currently viewing આધારકાર્ડ માં સરનામું કેવી રીતે બદલાવવું ? 2026 ના અપડેટ મુજબ || How to Change Aadhaar card Adress?
આધારકાર્ડ માં સરનામું કેવી રીતે બદલાવવું,

આધારકાર્ડ માં સરનામું કેવી રીતે બદલાવવું ? 2026 ના અપડેટ મુજબ || How to Change Aadhaar card Adress?

👉📝આલેખમાં આપણે આધારકર્ડમાં કેવી રીતે સુધારો કરવામાં આવે છે ,એટલે કે તેમાં સરનામું કેવી રીતે બદલાવવું? એના માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર હોય છે. આધાર કાર્ડમાં સરનામું બે રીતે બદલાવી શકાય છે .એક તો ઓનલાઇન અરજી કરીને અથવા તો ઓફલાઈન મુલાકાત કરીને.. ભારતમાં દરેક નાગરિક માટે એક Unique Identification Authority of India દ્વારા આપવામાં આવતું આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. જો તમે તમારું એડ્રેસ એટલે કે રહેઠાણ બદલ્યું હોય અથવા સરનામા મા કોઈ ફેરફાર થયો હોય તો આધારકાર્ડમાં નવું સરનામું અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે.

2026 માં આધાર કાર્ડમાં સરનામું બદલવાની પ્રોસેસ ખૂબ જ સરળ અને ઓનલાઈન બની ગઈ છે. Unique Identification Authority of India દ્વારા આપેલી સુવિધાઓના કારણે તમે ઘરે બેઠા થોડી જ મિનિટોમાં સરનામું અપડેટ કરાવી શકો છો. જો કોઈ તમને ટેકનિકલ સમસ્યા આવે તો તમે નજીકના આધાર સેન્ટર પર જઈને પણ સરળતાથી અપડેટ કરી શકો છો.આજે આપણે આ લેખમાં 2026 ના નવા અપડેટ મુજબ આધાર કાર્ડમાં સરનામું કેવી રીતે બદલાવવું તે વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો.

  • રેશનકાર્ડ
  • લાઈટ બિલ /વીજળી બિલ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ
  • વોટર આઇડી
  • ભાડા કરાર પત્ર
  • ગેસ કનેક્શન બિલ

આધારકાર્ડ માં સરનામું 2 રીતે સુધારી શકાય છે,

  1. ઓનલાઇન અરજી કરીને
  2. ઓફલાઈન(આધાર સેન્ટર પર જઈને)

આધાર કાર્ડ માં હવે ઓનલાઇન ઘરે બેઠા પણ સરનામામા સુધારો કરાવી શકો છો.

જેમ કે,

  1. MyAadhaar portal પર જાઓ
  2. “Login ” પર ક્લિક કરો
  3. તમારો આધાર નંબર દાખલ કરો
  4. OTP વડે Login કરો
  5. “Update Aadhaar Online” વિકલ્પ પસંદ કરો
  6. “Address Update” પસંદ કરો
  7. નવું સરનામું દાખલ કરો
  8. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  9. Preview ચેક કરો
  10. 50₹ ઓનલાઈન પેમેન્ટ કરો
  11. SRN ( Service Request Number) મેળવો
  12. તે નંબરથી તમે સ્ટેટસ ચેક કરી શકો છો

જો તમને ઓનલાઈન કરવામાં મુશ્કેલ લાગતું હોય તો તમે તમારા નજીકના આધાર સેન્ટર પર જઈ શકો છો.

  1. તમારી નજીકના AadhaarEnrolment Center પર જાવ
  2. આધાર અપડેટ ફોર્મ ભરો
  3. જરૂરી ડોક્યુમેન્ટ આપો
  4. બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવો
  5. ₹50 ફી ચૂકવો
  6. Update Request Number મેળવો

સામાન્ય રીતે 5 થી 10 દિવસમાં જ અપડેટ થઈ જાય છે. ક્યારેક 15 દિવસ પણ લાગી શકે છે.

✅મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે.

✅સરનામું અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં સાચું લખવું.

✅એક વખતમાં એક જ અપડેટ કરો.

✅SRN/URN સાચવીને રાખો.

📞📱હેલ્પ માટે સંપર્ક

UIDAI Toll free : 1947

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.