આ લેખ માં આપણે જાણીશું કે આવક નો દાખલો કે (જેને ઇન્કમ સર્ટિફિકેટ કે આવકનું પ્રમાણપત્ર કહે છે) કેવી રીતે કઢાવવો.તે ક્યાં ઉપયોગી થાય છે.કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.. આવક નો દાખલો એ સરકારી પ્રમાણપત્ર છે જે પરિવાર ની કુલ આવક દર્શાવે છે.આ પ્રમાણપત્ર વિવિધ સરકારી યોજનાઓ, સ્કોલરસિપ, આરક્ષણ જેવી બીજી ઘણી બધી જગ્યા એ ઉપયોગી થાય છે.
આવક નો દાખલો કઢાવવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- છેલ્લા 12 મહિનાની આવક દર્શાવતા પુરાવા (પગાર સ્લીપ,ખેતી નુ પ્રમાણપત્ર, વ્યવસાય સંબંધિત આવક નો દાખલો વગેરે)
- રહેઠાણ નો પુરાવો ( જેમ કે વીજળી બિલ, પાણી બિલ, કિરાયા કરારપત્ર વગેરે )
- આવક ના દાખલા નું અરજી ફોર્મ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
અરજી કરવાની પ્રક્રિયા
આવક નો દાખલો કઢાવવા માટે 2 રીતે અરજી કરી શકાય છે
1. ઓનલાઈન અરજી
2. ઓફલાઈન અરજી
1.ઓનલાઈન અરજી
- Digital Gujarat Portal પર જાઓ : અહીં ક્લિક કરો.
- “Login”કરો અથવા રજીસ્ટ્રેશન કરો
- “Services”>”Revenue”>”Income certificate “પસંદ કરો
- તેમાં આપેલું ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ફોર્મ સબમિટ કરો
- એપ્લિકેશન નંબર મેળવી લ્યો
- તમે અરજી ની સ્થિતિ ટ્રેક કરી શકો છો
2.ઓફલાઈન અરજી
- જિલ્લા કલેકટર ઓફીસ / તાલુકા મામલતદાર ઓફિસે રૂબરૂ જાવ
- આવક ના દાખલા નું ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ જોડો
- અરજી ફોર્મ સબમિટ કરો
- અધિકારી દ્વારા વેરિફિકેશન થયા પછી દાખલો આપવા માં આવશે
દાખલો કઢાવવા માટે લાગતો સમય
સામાન્ય રીતે 7 થી 15 દિવસ માં મળી જાય છે.
તો આવી રીતે તમે બે રીતથી આવકનો દાખલો કઢાવી શકો છો.