👉✅આ લેખ માં આપણે જાણીશું કે જન્મ તારીખ ના દાખલા ( Birth certificate) માં ફેરફાર કે સુધારો કેવી રીતે કરવો.. તેમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ છે..કઈ રીતે અરજી કરવી.. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (School Leaving certificate) માં જન્મ તારીખ માં સુધારો… આધારકાર્ડ માં જન્મ તારીખ માં સુધારો કેવી રીતે કરવો..તે માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ..કેવી રીતે અરજી કરવી..સુધારેલો દાખલો કેટલા સમયમાં આવે છે આવી બધી જ માહિતી આજે આપણે મેળવીએ.
Table of Contents
🗂️1.જન્મતારીખ ના દાખલા (Birth Certificate) માં સુધારો કરવા જરૂરી ડોક્યુમેન્ટ

- હાલનો જન્મ તારીખ નો દાખલો (ભૂલ વાળો)
- સાચી જન્મ તારીખ ના પુરાવા જેમ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, હોસ્પિટલ રેકોર્ડ જન્મ સમયે, બાળકના રેકોર્ડ વાળી માતા ની હોસ્પિટલ ની ફાઈલ,Government -issued ID
- માતા અથવા પિતાનું અને રહેઠાણનો પુરાવો
- સુધારાની અરજી માટેનું સોગંદનામુ
- ભૂલ નું કારણ દર્શાવતું લેખિત નિવેદન
⏭️જન્મતારીખ ના દાખલા (Birth Certificate)માં સુધારો કરવા ની પ્રક્રિયા
⏭️જન્મ તારીખ ના દાખલા માં સુધારો કરવા અરજી કરવાની જગ્યા
👉મ્યુનિસિપાલિટીના જન્મ મૃત્યુ ની રજીસ્ટાર કચેરી
👉જિલ્લા નાયબ કલેકટર કચેરી
⏭️જન્મ તારીખ ના દાખલા માં સુધારો કરવા ની પ્રક્રિયા
- જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ ભરો
- સુધારા ની અરજી રજૂ કરો
- અધિકારી દ્વારા ચોક્સાઇ થયા બાદ સુધારો કરવાની મંજૂરી મળી જશે
- સુધારો કરેલું પ્રમાણપત્ર ની નકલ મેળવો
🚸⚠️કેટલા સમયમાં સુધારેલો દાખલો મળે
👉સામાન્ય રીતે 15-30દિવસ લાગે છે
📁2.સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (school leaving certificate) માં જન્મતારીખ માં સુધારો
👉જરૂરી ડોક્યુમેન્ટ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (ભૂલ વાળું)
- જન્મ તારીખ નો દાખલો
- વાલીનું એફિડેવિટ
- રજીસ્ટ્રેશન સમય ની અસલી નોંધ (Admission Register entry)
👉સુધારો કરવા ની પ્રક્રિયા
- શાળા ના આચાર્ય ને લેખિત અરજી કરવી
- અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડવા
- શાળા પરીક્ષા બોર્ડ સાથે સંકલન કરીને રેકોર્ડ માં સુધારો કરવામાં આવે છે
- ત્યારબાદ સુધારેલું LC/TC અથવા માર્કશીટ અપડેટ કરવામાં આવે છે
🗂️3.આધારકાર્ડ માં જન્મતારીખ માં સુધારો

👉જરૂરી ડોક્યુમેન્ટ
- જન્મ તારીખ નો માન્ય પુરાવા
- પાસપોર્ટ , જન્મ પ્રમાણપત્ર, પાનકાર્ડ
👉સુધારો કરવાની પ્રક્રિયા
- પર જાઓ : વેબસાઈટ માટે અહીંયા ક્લિક કરો.
- અથવા તમારી નજીક ના આધાર કેન્દ્ર પર જવું
- આધાર સુધારા ની અરજી કરો
- જરૂરી ડોક્યુમેન્ટ જોડવા
- અપડેટ થયાં બાદ 1-2 અઠવાડીયા માં સુધારેલું આધારકાર્ડ મળી જશે