હવે તમે ઓનલાઇન ફોન પણ એપ્લિકેશન ની મદદથી તમારી બાઇક કે મોટર નો વીમો ફ્રીમાં ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા ચકાસી શકો છો. જેની માટે તમારે કોઈ ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી માત્ર પાંચ જ મિનિટમાં થોડી પ્રોસેસ કરીને વીમો ચકાસી શકો છો કે વીમો પૂરો થઈ ગયો છે કે ચાલુ છે અને ફોન પે એપ્લિકેશનની મદદથી જો તમારી ફોરવીલ કે બાઈક નો કોઈપણ વીમો પૂરો થઈ ગયો હોય તો તમે રીન્યુ પણ કરી શકો છો.
બાઈક કે મોટર નો વીમો ચકાસવા માટે માત્ર તમારે ગાડી નંબર ની જરૂરિયાત રહેશે કોઈ પણ બીજા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેશે નહીં. અહીંયા કોઈપણ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના નથી માત્ર ગાડી નંબર દાખલ કરીને વીમો પૂરો થઈ ગયો છે એટલે ચાલુ છે ચકાસી શકો છો એ પણ ફ્રીમાં.
ઇન્સ્યોરન્સ એટલે કેવી મો કેવી રીતે ચકાસવું તેની માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે તે પ્રોસેસને અનુસરીને તમે તમારી ગાડી નો વીમો ચકાસી શકો છો.
Phonepe એપ્લિકેશન ની મદદથી વીમો ચકાસો
સ્ટેપ 1
વીમો ચકાસવા માટે તમારે ફોન પે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેની લિંક અહીં આપેલી છે અહીંયા ક્લિક કરીને તમે phone એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને જો તમારી જોડે ઓલરેડી ફોન એપ્લિકેશન હોય તો ડાઉનલોડ કરવાની જરૂરિયાત નથી.
ફોન એપ્લિકેશન ડાઉનલોડ કરો : એપ્લિકેશન ડાઉનલોડ
એપ્લિકેશન ડાઉનલોડ થઇ જાય પછી તમારે તેમાં રજીસ્ટર કરવાનો રહેશે રજીસ્ટ્રેશન ની સંપૂર્ણ પ્રોસેસ કરો. સંપૂર્ણ સ્ટેશન થઈ જાય પછી ફોન પેની નીચે પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે. જે સ્ક્રીનમાં તમને ઇન્સ્યોરન્સ નામનો ઓપ્શન જોવા મળશે તેની ઉપર ટચ કરવાનો રહેશે.

Step 2 –
ઇન્સ્યોરન્સ ઉપર ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે ત્યાં તમને ઘણા ઓપ્શન જોવા મળશે તેમાં બાઈક ઇન્સ્યોરન્સ અને કાર ઇન્સ્યોરન્સ નામના ઓપ્શન પણ તમને જોવા મળશે જેનું તમારે ઇન્સ્યોરન્સ જોવું હોય બાઈક કે કાર તેની પર તમારા ટચ કરવાનું રહેશે.

Step 3 –
જેમકે તમારે બાઈકનું ઇન્સ્યોરન્સ એટલે વીમો જોવો હોય તો તમારે બાઈક પર ટચ કરવાનો રહેશે તેની ઉપર ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે. ત્યાં તમને નીચે સ્ક્રોલ કરશો એટલે “check expiry” ઓપ્શન જોવા મળશે તેની પર તમારે ટચ કરવાનું રહેશે.

Step 4 –
check expiry પર ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે ત્યાં તમારે તમારી બાઇકનો ગાડી નંબર છે એ દાખલ કરવાનો રહેશે જેવી રીતે છે એવી જ રીતે દાખલ કરવાનો રહેશે પૂરેપૂરો નંબર. ઉદાહરણ તરીકે GJ03MN1234. જે નીચેની સ્ક્રીનમાં આપેલું છે તેવી જ રીતે. ત્યારબાદ check status પર ક્લિક કરવાનું રહેશે. તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી ગાડીનો વીમો ચાલુ છે કે પૂરો થઈ ગયો છે તે માહિતી જોવા મળશે તેની જે સ્ક્રીન આપેલી છે તમે જોઈ શકો છો.

Step 5
– જો તમારો વીમો ચાલુ હશે તો નીચે પ્રમાણે સ્ક્રીનમાં જોવા મળશે.🟢 “Your policy is active”. અને જો પૂરો થઈ ગયો હશે તો🔴 “Policy Expired” લખેલું જોવા મળશે.

તો આવી રીતે ફોન પે એપ્લિકેશનની મદદથી તમે તમારી વ્હીકલ નો વીમો ચકાસી શકો છો પૂરો થઈ ગયો છે કે ચાલુ છે અને અહીંયા થી તમે રીન્યુ પણ કરી શકો છો.