You are currently viewing સિનિયર સિટીઝન સેવિંગ્સ યોજના 2025👳 || સીનીયર સીટીઝન યોજનાની સંપૂર્ણ માહિતી 2025 || senior citizen saving Yojana 2025
સિનિયર સિટીઝન યોજના 2025

સિનિયર સિટીઝન સેવિંગ્સ યોજના 2025👳 || સીનીયર સીટીઝન યોજનાની સંપૂર્ણ માહિતી 2025 || senior citizen saving Yojana 2025

👉✅આ લેખ માં આપણે જાણીશું કે સિનિયર સિટીઝન યોજના શું છે,…કોને તેનો લાભ મળે છે…આ યોજના માં ફોર્મ કેવી રિતે ભરવું. સિનિયર સિટીઝન યોજના ની લાયકાત શું હોય છે..તેમાં કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે. પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ યોજના એ ભારત સરકાર તરફ઼ થી વૃદ્ધ લોકોને નિવૃતિ પછી નક્કર અને સુરક્ષિત આવક માટે રચાયેલા યોજના છે. આ યોજના પોસ્ટ ઓફિસ અને માન્ય બેન્કો દ્વારા આપવામાં આવે છે..

  • વ્યાજ દર : હાલ માં 8.2% પ્રતિ વર્ષ (2025-26 ના પ્રથમ ત્રિમાસ માટે).આ વ્યાજદર દર ત્રણ માસ માટે સિમીક્ષિત છે.
  • ઓછા માં ઓછું અને વધુમાં વધુ રોકાણ : ઓછામાં ઓછું રૂપિયા 1000 થી શરૂ કરી ને વધુ માં વધુ રૂપિયા 30 લાખ સુધી નું રોકાણ થઈ શકે છે.(એક અથવા પતિ પત્નિ નું સયુંકત ખાતું ).
  • ખાતા ની અવધિ: 5 વર્ષ, તે પછી 3 વર્ષ માટે ફરી પાછું વધારી શકાય છે.
  • વ્યાજ ચુકવણી : દર 3 મહિને વ્યાજ ચુકવવા માં આવે છે.
  • ટેક્સ : આ યોજના માં રોકાણ કરવાથી રોકાણ પર આવકવેરા અધિનિયમ કલમ 80c હેઠળ રૂપિયા 1.5 લાખ સુધી નો કપાત લાભ ઉપલબ્ધ છે. હાલ માં 2025-26 ના બજેટ અનુસાર , વૃદ્ધ નાગરિકો માટે વ્યાજ પર TDS મર્યાદા રૂપિયા 1,00, 000#સુધી વધારવા માં આવી છે.
1000006644

નિવૃત્ત કર્મચારીઓ 55 થી 60 વર્ષ ની ઉંમરના જે તેઓ નિવૃત લાભો પ્રાપ્ત કર્યાં પછી 1 મહિનાની અંદર રોકાણ કરે છે

અપાત્ર વ્યક્તિ ઓ: NRI અને હિન્દુ ઇન્ડિવિડેડ ફેમિલી

  • ઓળખ પત્ર(આધારકાર્ડ, પાનકાર્ડ)
  • રહેઠાણનો પુરાવો (આધારકાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ)
  • જન્મ તારીખ નો પુરાવો(પાનકાર્ડ, પાસપોર્ટ ,લિવિંગ સર્ટિફિકેટ)
  • નિવૃત્તિના દસ્તાવેજો(જો 55 થી 60 વર્ષ ઉંમર હોય)
  • બેંક( ચેક અથવા ડ્રાફ્ટ રોકાણ માટે)
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • તમારા નજીકની પોસ્ટ ઓફિસ/ બેંક એ જાઓ
  • ત્યાં થી Senior citizen savings Scheme Account Opening form માંગો
  • આ ફોર્મ વ્યવસ્થિત સાચી માહિતી સાથે ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ જોડવા
  • રોકાણ ની રકમ માટે ચેક અથવા ડ્રાફ્ટ આપો
  • ફોર્મ ડોક્યુમેન્ટ સાથે પોસ્ટ ઓફિસ કે બેંક એ જમા કરાવો
  • અધિકારી બધા જ ડોક્યુમેન્ટ ચકાસ છે અને ખાતું ખોલશે.

⚠️ખાતું ખોલતી વખતે નામાંકન કરાવવું જરૂરી નથી પણ ભવિષ્યમાં લાભદારો માટે લાભદાયક છે

⚠️જો તમે ખાતું સંયુક્ત નામે ખોલાવવા માંગો છો તો પતિ – પત્ની બંનેના ડોક્યુમેન્ટ જોડવા પડે છે

⚠️જો રોકાણ કરતા દ્વારા મહત્તમ મર્યાદા કરતા વધુ રકમ જમા કરાવવામાં આવે છે તો વધારાની રકમ પર પોસ્ટ ઓફિસ બચત ખાતાના વ્યાજ દર મુજબ વ્યાજ લાગુ થશે અને વધારાની રકમ પાછી કરવામાં આવશે.

⚠️સિનિયર સિટીઝન સેવિંગ યોજના માં ખાતું માત્ર પતિ પત્ની વચ્ચે સંયુક્ત રીતે ખોલી શકાય છે ..અને સમગ્ર રોકાણ પ્રથમ ખાતાધારક ના નામે ગણવામાં આવે છે.

⚠️સિનિયર સિટીઝન સેવિંગ યોજનામાં ખાતું ખોલવા માટે પાનકાર્ડ અને આધારકાર્ડ ફરજિયાત છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.