આજ ના લેખ માં જાણીશું કે કોઈ પણ વ્યક્તિના ના પર થી ખાતા નંબર/સર્વે નંબર(khata numbar/survey numbar)કેવી રીતે જાણી શકાય.આજ ના આ ટેકનિકલ યુગ માં હવે તમે કોઈ ઓફિસ ની મુલાકાત લીધા વગર ઘરે બેઠા તમારા ફોન થી માત્ર 2 જ મિનિટ માં કોઈ પર વ્યક્તિ ના નામ પર થી કેટલી જમીન છે કે તેનો ખાતા નંબર કે સર્વે નંબર જાણી શકો છો.અહીંયા નામ પર થી વ્યક્તિ ના નામે કેટલી જમીન છે કે ખાતા નંબર કયો છે તે જાણવા ની સંપુર્ણ પ્રોસેસ આપેલી છે.
Table of Contents
નામ પર થી ખાતા નંબર કે સર્વે નંબર જાણવા ની સંપૂર્ણ પ્રોસેસ
- નામ પર થી જમીન નો ખાતા નંબર કે સર્વે નંબર જાણવા માટે સરકારી વેબસાઇટની જરૂર છે. જે સરકારી વેબસાઈટ ની મદદ થી જાણી શકો છો. એ વેબસાઇટ પર જાવ ગૂગલ માં Any Ror લખી ને સર્ચ કરો એટલે પેલી જ વેબાઈટ આવશે.અથવા અહીંયા વેબસાઈટ ની લીંક આપી છે તેની પણ ટચ કરી ને ત્યાં પહોંચી શકો છો. નામ પર થી ખાતા નંબર કે સર્વે નંબર જાણવા માટે વેબસાઇટ ની લીંક : અહીંયા ક્લીક કરો
- વેબસાઇટ ખુલી જાય પછી જો કોઈ ગામડા ની જમીન માટે મહિતી જોઈતી હોય તો ” VIEW LAND RECORD – RURAL” અને શહેર વિસ્તાર ની જમીન માટે “VIEW LAND RECORD – URBAN” પસંદ કરવા નું રહેશે.
- આ પેજ પર select (પસંદ કરો) ત્યાં થી KNOW KHATA BY OWNER NAME (ખાતેદાર ના નામ પરથી ખાતું જાણવુ) પસંદ કરવાનું રહેશે.ત્યારબાદ નીચે ના વિભાગ માં જિલ્લો,તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે.ત્યાર બાદ ખાતેદાર નું નામ છે ત્યાં જે વ્યક્તિ વિશે જમીન ની માહિતી મેળવી હોય તેનું સાચું નામ લખવાનું રહેશે. ત્યારબાદ નીચે કેપ્ચા નંબર ઉમેરો.જે નંબર આપેલા છે તેવી જ રીતે તે નંબર નીચેના બોક્સ માં લખો.ત્યારબાદ GET RECORD DETAIL પર ટચ કરો.
- આ પેજ માં જે વ્યક્તું નું નામ લખ્યું છે તેના નામ પર કેટલી જમીન છે.સર્વે નંબર,ખાતા નંબર બધી માહિતી અહીંયા જોવા મળશે.
ખાસ નોંધ : અહીંયા જે પણ માહિતી મળે છે તે ફક્ત જાણકારી માટે છે.આ માહિતી નો ઉપયોગ કોઈ સાબિતી કે પુરાવા માટે આપી શકો નહિ.
નામ પરથી જમીનો ખાતા નંબર કે સર્વે નંબર મેળવવા માટે વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહીંયા ક્લિક કરો : વિડીયો જોવા અહિયાં ક્લિક કરો
નામ પરથી ખાતા નંબર કે સર્વે નંબર મેળવવાની રીત નીચે સ્ક્રીનશોટ સાથે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે જેથી તમને માહિતી મેળવવામાં સરળતા રહે.
સ્ટેપ 1 –
નામ પરથી ખાતા નંબર કે સર્વે નંબર મેળવવા માટે ઉપર આપેલી વેબસાઈટ ઉપર ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે.

સ્ટેપ-2
ઉપર આપેલા સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન જોવા મળે છે તેમાં VIEW LAND RECORD RURAL અને VIEW LAND RECORD URBAN ઓપ્શન જોવા મળે છે તેમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરવાનો રહેશે. જેમકે તે જમીન તમે જોઈ રહ્યા છો તે જમીને ગામડાના વિસ્તારમાં આવેલી હોય તો રૂરલ અને શહેર વિસ્તારમાં આવેલી હોય તો અર્બન પસંદ કરવાનો રહેશે. તે પસંદ કરશો એટલે નીચે પ્રમાણે તે જ ભૂલી જશે.

સ્ટેપ-3
ઉપર દર્શાવેલા પેજમાં તમે જોઈ શકો છો અલગ અલગ પાંચ પ્રકારના ઓપ્શન જોવા મળે છે. જેમાં પહેલો ઓપ્શન લખેલું છે કોઈપણ એક પસંદ કરો.ત્યાં તમે ટચ કરશો એટલે ઘણા બધા ઓપ્શન ખુલશે એ ઓપ્શનમાંથી “ખાતેદારના નામ પરથી ખાતું જાણવું” એવું ઓપ્શન જોવા મળશે ત્યાં ટચ કરવાનું રહેશે.
ત્યારબાદ બીજા વિભાગમાં જે વ્યક્તિના નામ પરથી તમે જમીન નો ખાતા નંબર જાણવા માંગો છો તે જમીન કયા જિલ્લામાં આવેલી છે તેવી રીતે જિલ્લો તાલુકો અને ગામડું પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ આ બેદર નું નામ લખેલું છે ત્યાં જે વ્યક્તિના નામે તમે જમીન જાણવા માંગો છો તે વ્યક્તિનો સાચું નામ લખવાનું રહેશે. નામ પૂરેપૂરું અટક સાથે લખવાનું રહેશે. બધી માહિતી ભરાઈ જાય પછી નીચે લખેલું છે ગેટ રેકોર્ડ ડીટેલ ત્યાં ટચ કરવાનું રહેશે. એવું તમે ત્યાં ટચ કરશો અને ઉપર ભરેલી ડીટેલ બધી સાચી હશે તો નીચે પ્રમાણે પેજ જોવા મળશે. (નોંધ : જે તમે ખાતેદારનું નામ લખ્યું છે તે જમીન ખાતે કરાવતી વખતે જેવી રીતે નામ લખેલો છે એવી જ રીતે લખવાનું રહેશે જેમકે જમીન ખાતે કરાવતી વખતે અટક પહેલા લખેલી હોય તો અહીંયા પણ એવી જ રીતે નામ લખવાનું રહેશે.)
સ્ટેપ – 4
અહીંયા તમે જોઈ શકશો જે વ્યક્તિનું તમે નામ લખ્યું છે તે વ્યક્તિના નામે કેટલી જમીન છે તેનો ખાતા નંબર અને સર્વે નંબર સાથે બધી માહિતી તમને અહીંયા જોવા મળશે.

તો આવી રીતે તમે ગુજરાતના કોઈપણ વ્યક્તિને નામે કેટલી જમીન તેમનો ખાતા નંબર તેનો સર્વે નંબર વગેરે માહિતી ઘરે બેઠા મોબાઈલ ફોન દ્વારા માત્ર બે જ મિનિટમાં તમે મેળવી શકો છો જેની માટે તમારે કોઈ ઓફિસની મુલાકાત લેવાની જરૂરિયાત છે નહીં. અને આ વેબસાઈટ પરથી જે પણ આ પ્રકારની માહિતી મળે છે એ બધી માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતીનો ઉપયોગ તમે દસ્તાવેજ કે કોઈપણ સાબિતી પુરાવા માટે આપી શકશો નહીં. વધારે માહિતી તમારા વિસ્તારમાં આવેલા મામલતદાર ઓફિસની મુલાકાત લઈને મેળવી શકો છો.
- 2025 માં વ્યાજ વગર લોન કોણ લઈ શકે ? || વ્યાજ વગર ની લોન લેવા માટેની યોજનાઓ 2025 || Interest – Free loan 2025
- લોનમાં સેટલમેન્ટ એટલે શું || સેટલમેન્ટ કરવાના ફાયદા અને ગેરફાયદા || Loan Settlement 2025/26
- લોન ની ભરપાઈ ન કરીએ તો શું થાય || તમને કઈ મુશ્કેલી પડે || જાણો તમારા હક્ક શું છે? || Loan Information
- ગોલ્ડ લોન કેવી રીતે લેવી || Gold lone process || કઈ બેંક માંથી ગોલ્ડ લોન લેવી
- બેંક ઓફ બરોડા માં પર્સનલ લોન કેવી રીતે લેવી || Bank of Baroda personal loan process
- બેંક ઓફ ઈન્ડિયા માં ખાતું ખોલવા ની પ્રોસેસ || Bank of India account opening process